Advertisement
Author: નોબત સમાચાર

આરંભડાના ચોપગી વિસ્તારમાં પ્રૌઢની હત્યા કરી મૃતદેહને રેતીમાં દાટી દેવાયોઃ ત્રણ ઝબ્બે

છૂટાછેડા થયાનો ખાર રાખી પ્રૌઢને પતાવી દેવાયાઃ

                                                                                                                                                                                                      

ઓખા તા. ૧૪: મીઠાપુર નજીકના આરંભડાના ચોપગી વિસ્તારમાં વસવાટ કરતા એક દેવીપૂજક પ્રૌઢની તેના ભત્રીજા સહિતના ત્રણ શખ્સે માર મારી હત્યા કર્યા પછી દરિયાકાંઠે રેતીમાં મૃતદેહ દાટી દીધાની ચોંકાવનારી વિગતો ખૂલી છે. આ પ્રૌઢ રવિવારે રાત્રે માછીમારી માટે ગયા પછી ગુમ થઈ ગયા હતા. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. માટે ખસેડ્યા છે અને ગુન્હો નોંધી આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીકના આરંભડા ગામના ચોપગી વિસ્તારમાં વસવાટ કરતા ગોવિંદભાઈ ભાનુભાઈ મકવાણા (ઉ.વ.પપ) નામના દેવીપુજક પ્રૌઢ રવિવારે માછીમારી કરવા માટે જીજે-૧૦-બીએફ ૮૨૮૫ નંબરના બાઈક પર ઘરેથી નીકળ્યા પછી કાળુ ડુંગર વિસ્તાર તરફ ગયા હતા.

સમગ્ર રાત્રિ દરમિયાન ગોવિંદભાઈ ઘેર પરત ન ફરતા તેમના પરિવારે શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન દરિયાકાંઠેથી ગોવિંદભાઈનંુ બાઈક મળી આવ્યું હતું. પોલીસમાં આ પ્રૌઢ ગુમ થયાની જાણ કરાઈ હતી. મીઠાપુર પોલીસે શરૂ કરેલી તપાસમાં જય વિજયભાઈ પરમાર, રમેશભાઈ લખમણભાઈ પરમાર અને રામા ભીખુભાઈ વાઘેલા નામના ત્રણ શખ્સ સામે શંકા ઉપસ્થિત થઈ હતી. પોલીસે ત્રણેણની અટકાયત કરી પૂછપરછ કરતા આ શખ્સોએ ગોવિંદભાઈને રવિવારે રાત્રે એકલા જોઈને તેમના પર હુમલો કર્યા પછી ઢીકાપાટુ, લોખંડના કડાથી માર માર્યા પછી ગળુ દબાવી હત્યા કરી નાખ્યાની અને મૃતદેહને દરિયાકાંઠે રેતીમાં ખાડો કરીને દાટી દીધાની કબૂલાત આપી હતી.

ચોંકી ઉઠેલી પોલીસે આરોપીઓના જણાવ્યા મુજબના સ્થળે જઈ તપાસ કરાવતા મૃતદેહ મળી આવ્યો હતો. હત્યાના કારણ અંગે જાણવા મળ્યા મુજબ ગોવિંદભાઈની ભત્રીજી સંગીતાબેનના લગ્ન જય વિજયભાઈ પરમાર સાથે થયા પછી બે મહિના પહેલા જ છૂટાછેડા થયાનું અને તે બાબતનો ખાર રાખી ગોવિંદભાઈને પતાવી દેવાયાનું બહાર આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh