Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે રાત્રે બે ધૂરંધર ટીમો વચ્ચે પ્રથમ સેમિ ફાઈનલઃ
ન્યૂયોર્ક તા. ૧૪: ફીફા વર્લ્ડકપ-ર૦ર૬ ફૂટબોલ ચેમ્પિયનશીપ હવે તેના અતિ મહત્ત્વના અંતિમ ચરણમાં પ્રવેશી ચૂકી છે. આજે રાત્રે ૧ર-૩૦ વાગ્યે આ ટુર્નામેન્ટનો પ્રથમ સેમિફાઈનલ મેચ ફ્રાન્સ અન સ્પેન વચ્ચે રમાશે. ફૂટબોલ રમતના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ફૂટબોલ વર્લ્ડકપની દાવેદાર એવી બન્ને ધુંવાધાર ટીમો વચ્ચેની ટક્કર આ ટુર્નામન્ટના ફાઈનલ જંગ જેવી અતિ રોમાંચક અને રસાકસીભરી બની રહેશે. જો કે, બીજા સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ અને આર્જેન્ટિના વચ્ચેનો મેચ પણ એટલો જ દિલધડક બનશે.
આજના મેચમાં ફ્રાન્સના ઈનફોર્મ ખેલાડી એમ્બાપે અને બાર્સોલાની રમત નિર્ણાયક પૂરવાર થશે, જ્યારે સ્પેનમાં તો નવયુવા ખેલાડી યમાલની કમાલ અને સાથી ખેલાડીઓ પોરો, ઓયારઝબાલ, અલ-ટોમ્બેકરી પણ ફોર્મમાં હોવાથી આજનો મેચ દિલધડક બની રહેશે. સમગ્ર વિશ્વના ફૂટબોલ પ્રેમીઓને શ્રેષ્ઠ ફૂટબોલ રમત નિહાળવાનો લ્હાવો મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial