Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરપાલિકાનો વહીવટ ખાડે ગયોઃ પગલાં લેવા માંગ
ખંભાળિયા તા. ૧૪: ખંભાળિયા નગરપાલિકાની અત્યંત ગંભીર ફરિયાદ અંગે પૂર્વ ન.પા. સદસ્ય, નિવૃત્ત આચાર્ય તથા સિનિયર બ્રહ્મસમાજ આગેવાન જે.કે. જોષી દ્વારા ગંભીર રીતે ફરિયાદો કરીને શહેરની પાલિકાના ખાડે ગયેલા વહીવટ અંગે બળાપો કાઢી પગલાં લેવા માંગ કરી હતી.
તેમણે જણાવેલ કે હાઈકોર્ટના આદેશ છતાં શહેરમાં રખડતા ઢોર રોજ ક્યાંકને ક્યાંક ઝઘડતા લોકોને પરેશાન કરતા તથા વાહનોને નુક્સાન કરતા રહે છે, પણ વર્ષોથી જમીન માંગી છે તો દાવો કરતું પાલિકા તંત્ર રખડતા ઢોર જીવલેણ થવા છતાં કંઈ કરી શકતું નથી. રોજ અડીંગો જમાવીને રખડતા ઢોર ઝઘડતા રસ્તા બંધ થઈ જાય છે.
આવી જ રીતે શહેરમાં રોડ-રસ્તાના કામો ગુણવત્તા વગરના થાય છે. નગર ગેઈટથી ચાર રસ્તા રોડ બન્યાના ત્રણ મહિનામાં ખાડા તિરાડો પડી જતાં પાલિકાએ કોન્ટ્રાક્ટરને નોટીસ આપવી પડેલી તો નગરગેઈટથી સ્ટેશન રોડ અનેક વખત રીપેરીંગ કરવો પડ્યો છે, તો બજાણા રોડ પણ રીપેરીંગ કરવો પડ્યો છે. તો થીંગડાના કામો તો મોટા ગોટાળાનું સ્વરૂપ જ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial