Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોંગ્રેસના અગ્રણી દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ ફરિયાદઃ
ખંભાળિયા તા. ૧૪: ખંભાળિયા નગરપાલિકા દ્વારા થતા પીવાના પાણીના વિતરણમાં ગંદુ અને દુર્ગંધ મારતું પાણી હોય, કોંગ્રેસના જિલ્લા કાર્યાલય મંત્રી કપિલ ત્રિવેદી તથા સ્થાનિક રહીશો દ્વારા આ બાબતે પાલિકા ચીફ ઓફિસરને ફરિયાદ કર્યાના દિવસો પછી પણ યોગ્ય ના થતા આ તમામ આગેવાન દ્વારા જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી ભારતીય નાગરિક સુરક્ષા ધારાની કલમો મુજબ કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.
જિલ્લા કલેક્ટરમાં ગંભીર જાહેર ન્યૂસંસ અંગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ર૦ર૩ ની કલમ ૧પર હેઠળ આ ફરિયાદ કપિલ ત્રિવેદી દ્વારા ચીફ ઓફીસર પર જિલ્લા કલેક્ટરની કોર્ટમાં થઈ છે.
ખંભાળિયા પાલિકા દ્વારા થતાં પીવાના પાણીના વિતરણમાં અત્યંત ખરાબ, ગંદુ અને દૂષિત તથા બીનપીવાલાયક પાણી અપાતું હોય, પાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૬પ હેઠળ પાલિકાના રહીશોને શુદ્ધ પીવાનું પાણી આપવું તે ન.પા.ની પ્રાથમિક ફરજ છે.
પીવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતમાં ચીફ ઓફિસરની ગંભીર બેદરકારીથી દૂષિત પાણીથી ટાઈફોઈડ કોલેરા, ઝાડા-ઉલ્ટી, કમળો જેવા પણીજન્ય રોગચાળો ફાટી નીકળવા દહેશત હોય, બંધારણીય અધિકાર જીવન જીવવાના હક્કનું ઉલ્લંઘન થતું હોય, આ ગંભીર જાહેર ન્યુસન્સ સામે તાકીદે જિલ્લા કલેક્ટર દ્વારા કડક પગલાંની માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial