Advertisement
Author: નોબત સમાચાર

લતીપુરમાં રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ માતૃકૃપા પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી

રાજયપાલશ્રીએ ગાયનું દુગ્ધદોહન કર્યુઃ માર્ગદર્શન આપ્યુ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જામનગર જિલ્લાના લતીપર ગામની મુલાકાત દરમિયાન પોતાના પ્રકૃતિપ્રેમ અને પ્રાકૃતિક કૃષિ પ્રત્યેના લગાવનો પરિચય આપ્યો હતો. ગામની શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિરોકાણ કર્યા બાદ, વહેલી સવારે તેઓ સ્થાનિક ખેડૂત શ્રી કલ્પેશભાઈ માલાણીની વાડીમાં ગૌ દુગ્ધ દોહન કર્યું હતું. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા બળદેવભાઇ ખત્રાણીના માતૃકૃપા ફાર્મની મુલાકાતે પધાર્યા હતા.

રાજ્યપાલશ્રીએ ફાર્મની મુલાકાત દરમિયાન વિવિધ ખેતીની પ્રક્રિયાઓમાં રસ લઈને પોતાનું અનુભવસભર અને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ગુલાબથી ગુલકંદ બનાવવાની પ્રક્રિયા જોઈ હતી અને અન્ય મૂલ્યવર્ધિત પેદાશોને જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે આ રીતે મૂલ્યવર્ધન કરીને પ્રાકૃતિક કૃષિથી રાસાયણિક ખેતી કરતાં પણ મોટી આવક મેળવી શકાય છે તેમ જણાવી અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરિત કર્યાં હતાં.

રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ માટે મહત્ત્વના એવા 'ઘન જીવામૃત', નિમાસ્ત્ર, વગેરેની બનાવટનું નિરીક્ષણ કરવાની સાથે તેમણે ખેતરમાં ગુલાબ તેમજ મગફળીના પાકનું નિરીક્ષણ કર્યું હતું. 

સ્થાનિક ખેડૂતો સાથે સંવાદ સાધતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, જમીનનો ઓર્ગેનિક કાર્બન જેટલો વધુ એટલી ખેતી વધુ  સમૃદ્ધ. જંગલમાં કોઈ ખાતર કે પાણી આપવા જતું નથી, પરંતુ એ લીલુંપલ્લવ રહે છે. એ બધા વૃક્ષો પ્રાકૃતિક રીતે પોષણ પામે છે.

સ્થાનિક ખેડૂતો પાસેથી તેમને પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આવતી મુશ્કેલીઓ વિશે માહિતી મેળવી તેના ઉપાયો સૂચિત કર્યા હતા. તેમણે દરેક ખેડૂતને પ્રાયોગિક ધોરણે ઓછામાં ઓછી એક એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ શરૂ કરવા માટે ભાવભર્યું આહ્વાન કર્યું હતું.

ખેડૂત શ્રી બળદેવભાઇ ખત્રાણીએ પોતાના ખેતરની મુલાકાત પર આવવા બદલ રાજ્યપાલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આ મુલાકાતને ઉત્સાહ વધારનારી જણાવી હતી. વધુમાં તેમણે રાજ્યપાલના અનુભવસભર માર્ગદર્શનથી જરૂર ફાયદો થશે તેમ જણાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh