Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરળ-સામાન્ય ભાષામાં કાનૂની સમજ આપતી સાપ્તાહિક કોલમ...
નોબત દૈનિક માત્ર સમાચાર પ્રકાશિત કરતું અખબાર નથી, પરંતુ સમાજમાં જાગૃતિ અને જનહિતના પ્રશ્નોને વાચા આપતું વિશ્વસનીય માધ્યમ છે. એ જ વિચારને વધુ મજબૂત બનાવવા માટે દર અઠવાડિયે *શું કહે છે કાયદો?* શીર્ષક હેઠળ કાનૂની જાગૃતિની સંજય આંબલીયા (ખંભાળીયા) ની કલમે એક વિશેષ સાપ્તાહિક કોલમ શરૂ થઈ રહી છે. જે દર બુધવારે પ્રકાશિત થશે.
આજના સમયમાં સામાન્ય નાગરિક રોજબરોજ અનેક કાનૂની પ્રશ્નોનો સામનો કરે છે. મિલકતની ખરીદી-વેચાણ, વારસાઈ, ભાડા કરાર, દસ્તાવેજ નોંધણી, હોમ લોન, ચેક બાઉન્સ, સાયબર ગુનાઓ, મહિલાઓના અધિકારો, ગ્રાહક સુરક્ષા, ટ્રાફિક નિયમો સહિતના અનેક વિષયોમાં લોકો અધૂરી અથવા ખોટી માહિતીના કારણે મુશ્કેલીઓમાં મુકાય છે. ઘણી વખત માત્ર કાયદાની સાચી સમજના અભાવે લોકો કચેરીઓના ધક્કા ખાય છે, સમય અને નાણાંનો બગાડ કરે છે અથવા બિનજરૂરી વિવાદોમાં ફસાય છે.
*શું કહે છે કાયદો?* કોલમનો હેતુ કાયદાની જટિલ ભાષા, કલમો અને સેક્શન રજૂ કરવાનો નહીં, પરંતુ કાયદાને સામાન્ય માણસની ભાષામાં સમજાવવાનો રહેશે. દર અઠવાડિયે એક એવો પ્રશ્ન લેવામાં આવશે જે સામાન્ય નાગરિકના જીવન સાથે સીધો સંબંધ ધરાવતો હોય. ત્યારબાદ તેનો સરળ, સ્પષ્ટ અને વ્યવહારુ જવાબ આપવામાં આવશે, જેથી વાચકને કોઈ કાનૂની ભાષાનો ભાર ન લાગે અને તેને પોતાના જીવનમાં ઉપયોગી એવી સાચી માહિતી મળી રહે.
આ કોલમમાં કાયદાની ગૂંચવણ નહીં, પરંતુ કાયદાની સમજ આપવામાં આવશે. વાચકને એવું અનુભવાય કે જાણે કોઈ અનુભવી વ્યક્તિ સરળ ભાષામાં તેની મૂંઝવણ દૂર કરી રહૃાો હોય. આ જ તેની વિશેષતા રહેશે.
આ કોલમ માત્ર માર્ગદર્શક છે અને કોઈ પણ કાનૂની પ્રક્રિયા નિયત વિધિવિધાનો મુજબ જ કરી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial