Advertisement
Author: નોબત સમાચાર

ખોડિયાર કોલોનીમાં ભૂગર્ભ ગટર છલકાતા માર્ગો પર ફેલાતા ગંદા પાણીઃ જામ્યુકોને રજૂઆત

તાત્કાલિક મોનીટરીંગ કરી યોગ્ય કરવા માંગણીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪ફ જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આદર્શ સોસાયટી તથા આસપાસમાં ભૂગર્ભ ગટર છલકાઈ જવાના અને તેના ગંદા પાણી જાહેર માર્ગો પર ફરી વળતા હોવાથી આ વિસ્તારના રહેવાસીઓને ભારે મુશ્કેલી પડી રહી છે.

જામનગરના એડવોકેટ હિરેનભાઈ ગુઢકાએ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી આ પ્રશ્ને ઉકેલ માટે રજૂઆત કરી છે.

તેમના જણાવ્યા પ્રમાણે તા. ૪ થી જુલાઈએ ફરિયાદ કરી હતી, પણ કોઈ કામગીરી થઈ નથી.

અમ છતાં ફરીથી આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાય રહેલ છે અને જાહેર માર્ગ ઉપર ગંદકી થઈ રહેલ છે. જેના કારણે જીવાતનો ઉપદ્રવ થવાની દહેશત રહેલ હોય, લોકોનું જનઆરોગ્ય ના જોખમાય અને આ ભૂગર્ભ ગટર ઉભરાવાથી પરેશાનીનો સામનો ના કરવો પડે તેથી તાત્કાલિક અસરથી ભૂગર્ભ ગટરની સફાઈ કામગીરી યોગ્ય રીતે કરાવવા અને તેનું મોનીટરીંગ કરવા ખાસ કિસ્સામાં વર્ગ-ર ના અધિકારીની નિયુક્તિ કરવા માંગણી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh