Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૨ એપ્રિલના આતંકી હુમલાનો જવાબ ૨૨ મિનિટમાં આપી, નવ આતંકી અડ્ડા નષ્ટ કરી આપણી બહેનોના સિંદૂર ઉઝાડનારાઓને સેનાએ ધૂળમાં મેળવ્યાઃ વડાપ્રધાન
નવી દિલ્હી તા. ૨૨: આજે રાજસ્થાનના બિકાનેરથી દેશના ૧૦૩ પુનઃ વિકસિત રેલવે સ્ટેશનોના લોકાર્પણ અને રૂ. ૨૬ હજાર કરોડના વિકાસકામોના શિલાન્યાસ પ્રસંગે પોતાના તેજાબી સંબંધોનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને ખૂલ્લી ચેતવણી આપી છે કે જો હવે આતંકી હુમલો થયો તો પાકિસ્તાનને ભારે કિંમત ચૂકવવી પડશે. હવે પીઓકે સિવાય પાક સાથે કોઈ વાતચીત નહીં થાય.
ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર પાકિસ્તાન સરહદ નજીક દેશનોકથી પાક.ને ખુલ્લી ચેતવણી આપી છે.
મોદીએ દેશભરના ૧૦૩ રેલવે સ્ટેશનોનું ઉદ્ઘાટન કર્યું અને બિકાનેર-બાંદ્રા ટ્રેનને લીલીઝંડી આપી. આ સાથે, ૨૬ હજાર કરોડ રૂપિયાના અન્ય વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું. તે પછી પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત રામ-રામ કહીને કરી. તેમણે કહૃાું- પહલગામ હુમલા પછી, અમે ત્રણેય સેનાઓને છૂટ આપી દીધી હતી. ત્રણેય સેનાઓએ મળીને એવું ચક્રવ્યૂહ બનાવ્યું કે પાકિસ્તાનને ઘૂંટણિયે પડવાની ફરજ પડી.
૨૨ એપ્રિલના હુમલાના જવાબમાં, અમે ૨૨ મિનિટમાં ૯ સૌથી મોટા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. દુનિયા અને દેશના દુશ્મનોએ પણ જોયું છે કે જ્યારે સિંદૂર બારૂદમાં ફેરવાય છે ત્યારે શું થાય છે. આજે હું કહું છું કે જે લોકો સિંદૂર લૂછવા નીકળ્યા હતા તેઓ કાદવમાં ભળી ગયા છે.
વડાપ્રધાને કહ્યુ કે, પાકિસ્તાન એક વાત ભૂલી ગયું છે કે હવે ભારત માતાના સેવક મોદી અહીં માથું ઊંચું કરીને ઉભા છે. મોદીનું મન ઠંડુ છે, ઠંડુ રહે છે, પણ મોદીનું લોહી ગરમ છે. હવે મોદીની નસોમાં લોહી નહીં પણ ગરમ સિંદૂર વહે છે.
પીએમ મોદીએ કહૃાું કે, આતંકવાદીઓએ ધર્મ પૂછીને આપણી બહેનોના સિંદૂર ઉજાડ્યા હતા. તે ગોળીબાર ભલે પહલગામમાં થયો હતો પરંતુ તેણે દેશના ૧૪૦ કરોડ લોકોના આત્મા પર પ્રહાર કર્યો હતો. આપણે સૌએ એકજૂટ બની સંકલ્પ લીધો હતો કે, આતંકવાદીઓને ધૂળ ચટાડીશું. આજે તમારા સૌના આશીર્વાદથી દેશની સેનાના શૌર્યથી આપણે સૌ આ પ્રતિજ્ઞામાં સફળ થયા.
આગળ કહૃાું કે, જે લોકો સિંદૂર ઉજાડવા નીકળ્યા હતા, તેમને આપણે માટીમાં ભેળવી દીધા. તેઓ વિચારતા હતા કે, ભારત ચૂપ રહેશે. તેઓ પોતાના હથિયારો પર ઘમંડ કરતા હતા. આજે તેમને આપણે ચકનાચૂર કરી નાખ્યા. આ ન્યાયનું નવું સ્વરૂપ છે. આ ઓપરેશન સિંદૂર છે. આ માત્ર આક્રોશ નથી.
વધુમાં પીએમએ કહૃાું કે, આતંકવાદીઓના પ્રત્યેક હુમલાની ભારે કિંમત પાકિસ્તાનને ચૂકવવી પડશે. પાકિસ્તાનની સેનાએ આ કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાએ આ કિંમત ચૂકવવી પડશે. હું દિલ્હીથી બિકાનેરના નાલ ઍરપોર્ટ પર ઉતર્યો હતો. પાકિસ્તાને આ એરબેઝને પણ ટાર્ગેટ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને જરા પણ નુકસાન થયું નથી. પાકિસ્તાન સાથે ન તો વેપાર કરીશું ન તો મંત્રણા. જો પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની વાત હશે તો પાકિસ્તાનને ભારતના હકનું પાણી મળશે. તેણે ભારતીયોના લોહી સાથે રમવાની ભારે કિંમત ચૂકવવી પડશે. આ ભારતનો સંકલ્પ છે. દુનિયાની કોઈ તાકાત આ સંકલ્પનો વિરોધ કરી શકશે નહીં.
પીએમ મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂરે આતંકવાદથી લડવા ત્રણ સૂત્ર નકકી કર્યા છે. પ્રથમ સૂત્ર મુજબ ભારત પર આતંકી હુમલો થયો તો સ્વપ્ને પણ નહીં વિચાર્યુ હોય તેવો કડક જવાબ મળશે. બીજુ સૂત્ર છે કે, સમય આપણી સેના નક્કી કરશે, પ્રકાર પણ સેના નક્કી કરશે અને શરતો પણ આપણી જ હશે. ત્રીજુ સૂત્ર છે કે, એટમ બોમ્બની ધમકીથી ભારત નહી ડરે, અને આતંકના આકા અને આતંકને પોષનારી સરકારને અલગ અલગ નહી માનવામાં આવે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial