Advertisement
Author: નોબત સમાચાર

હાપા, ઓખા, મીઠાપુર, કાનાલુસ, જામવંથલી, મોરબીના પુનઃ વિકસિત રેલ્વે સ્ટેશનોનું વર્ચ્યુલી ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજસ્થાનના બિકાનેરથી રાજકોટ રેલવે ડિવિઝનના

                                                                                                                                                                                                      

રાજકોટ રેલવે ડિવિઝનના હાપા, ઓખા, મીઠાપુર, કાનાલુસ, જામવંથલી, મોરબી સહિત ૧૮ રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોના ૮૬ જિલ્લાઓમાં રિડેવલપ થયેલા ૧૦૩ અમૃત સ્ટેશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના બિકાનેરથી વર્ચ્યુલી ઉદ્ઘાટન કર્યું છે. કરણી માતાના મંદિરના દર્શન કર્યા પછી પી.એમ. મોદીએ કુલ ૨૬૦૦૦ કરોડના ખર્ચે થયેલા અમૃત રેલવે સ્ટેશન ખુલ્લા મુક્યા હતા. આ પ્રોજેકટ ત્રણ વ્હિકલ અંડરપાસ, પાવરગ્રીડ ટ્રાન્સમિશન પ્રોજેકટ અને રાજસ્થાનનો ૯૦૦ કિ.મી. નેશનલ હાઈ-વેના કામકાજ સામેલ હતા. આ યોજના હેઠળ સામખીયાળી, મોરબી, હાપા, જામવંથલી, કાનાલુસ જંકશન, ઓખા, મીઠાપુર, રાજુલા જંકશન, સિહોર જંકશન, પાલિતાણા, મહુવા, જામજોધપુર, લીંબડી, દેરોલ, કરમસદ, ઉતરાણ, કોસંબા જંકશન, ડાકોર રેલવે સ્ટેશનોની કાયાપલટ થઈ છે. તેની તસ્વીર આજે લકાર્પણ થયેલ પુનઃવિકસિત હાપા રેલવે સ્ટેશનની છે. અમૃતલાશી સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત હાપા રેલવે સ્ટેશનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા, મેયર શ્રી વિનોદભાઈ ખુમસુર્યા, સ્ટેન્ડીંગ કમિટી (જે.એમ.સી.) ના ચેરમેન નિલેશભાઈ કગથરા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, ડી.આર.એમ. અશ્વિનીકુમાર, જિલ્લા ભાજપ પ્રમુખ વિનોદભાઈ ભંડેરી, ન.પ્રા.શિ.સમિતિ ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી, શાશક પક્ષ નેતા આશિષભાઈ જોશી તેમજ રેલવે સલાહકાર સમિતિના સભ્યો, નગરસેવકો, અગ્રણીઓ વિગેરેની ઉપસ્થિતિ રહી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh