Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મ્યુનિ. કમિશ્નરે શું નિરીક્ષણ કર્યુ... અને શું આદેશ આપ્યા...?
જામનગર શહેરમાં સફાઈના અભાવના કારણે અનેક વિસ્તારોમાં કચરા-ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું રહે છે. તાજેતરમાં જ મ્યુનિ. કમિશ્નરે જુની દિપક ટોકિઝથી શાક માર્કેટ સુધીના માર્ગ પર સફાઈ કામ અંગે નિરીક્ષણ કર્યુ હતું. ત્યારે આ વિસ્તારના દુકાનદારો, વેપારીઓએ કચરા-ગંદકીની સમસ્યા અંગે રજૂઆત કરી હતી. આ વિસ્તારમાંથી નિયમિત રીતે કચરો ઉપાડવામાં આવતો નથી. આ વિસ્તારના મનપાના એસએસઆઈએ મ્યુનિ. કમિશ્નર પાસે એવો ખૂલાસો કર્યો કે મારી પાસે માત્ર પાંચ જ કર્મચારી છે, જેથી કામમાં પહોંચી શકાતું નથી. જામનગરમાં કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ કચરો ઉપાડવા માટે આપવામાં આવે છે, હમણા જ મુખ્યમંત્રીએ કચરા ગાડીઓની ભેટ આપી તેને લીલીઝંડી આપી કામ લગાડી હતી, તેમ છતાં મનપા તંત્રના સફાઈ વિભાગ, કોન્ટ્રાક્ટરની નિંભરતા અને બેદરકારીના કારણે ચારેતરફ કચરો-ગંદકી જોવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial