Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મતદાર યાદી સુધારણાની ૬૯.૬૦ ટકા કામગીરી પૂર્ણઃ
જામનગર તા.૨૮: જામનગર જિલ્લામાં ભારતના ચૂંટણી પંચ ના નિર્દેશ મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ હાલમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) હેઠળ મતદાર યાદી સુધારણાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
જિલ્લામાં હાલ કુલ ૧૨,૪૧,૦૯૭ મતદારો નોંધાયેલા છે, જેના માટે ૧,૨૪૨ પોલિંગ સ્ટેશનો પર કામ ચાલી રહૃાું છે. કુલ મતદારોમાંથી, ૧૨,૩૭,૬૬૨ જેટલા એન્યુમરેશન ફોર્મ્સ (ઈએફએસ)નું વિતરણ થઈ ચૂક્યું છે.આ ફોર્મ્સ ભરાઈ ગયા પછી તે માહિતી ડિજિટાઇઝેશનની કામગીરી હાલ ઝડપભેર શરૂ છે જેમાં અત્યાર સુધીમાં ૮,૬૩,૭૮૨ જેટલા ફોર્મ્સનું ડિજિટાઇઝેશન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે.આ આંકડો વિતરણ થયેલા ફોર્મ્સના ૬૯.૬૦ ટકા જેટલો થાય છે.
સાથે જ તમામ મતદારો ને જિલ્લા વહિવટી તંત્ર તરફથી અપિલ કરવામાં આવે છે કે જેમણે હજી સુધી તેમના ફોર્મ્સ ભરીને પરત આપ્યા નથી, તેઓ તાત્કાલિક તેમના બૂથ લેવલ ઓફિસરને અથવા મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીનો સંપર્ક કરીને આ રાષ્ટ્રવ્યાપી સુધારણા પ્રક્રિયામાં પોતાનો સહકાર આપીને ફોર્મ ભરીને પરત આપે.
આગામી તારીખ ૨૯/૧૧/૨૦૨૫ ના બપોરે ૧૨ થી સાંજે ૫ વાગ્યા સુધી અને તારીખ ૩૦ ના સવારે ૧૦ વાગ્યા થી સાંજે ૫ વાગ્યા સુધી વિધાનસભા મતદાર વિભાગની મામલતદાર કચેરી આ સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જે મતદારો ને ગણતરી ફોર્મ મેળવવાના બાકી છે તેઓ પોતાના ફોર્મ મેળવી શકશે, પોતાના ગણતરી ફોર્મમાં વિગતો મેળવવા-ભરાવવામાં માર્ગદર્શન મેળવી શકાશે તેમજ પોતાના ભરેલા ગણતરી ફોર્મ પરત કરી શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial