Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત સરકારે પણ સ્પેસ ટેકનોલોજી પોલિસીની જાહેરાત કરી હતી
ખંભાળિયા તા. ર૮: ખંભાળિયામાં રપ એકર જમીનમાં ઈશરોએ એસએસી દ્વારા લગભગ રૂ. ૧૦૦ કરોડના ખર્ચે એક અર્થ સ્ટેશન બની રહ્યું હોવાના અહેવાલો છે.
ગુજરાત સરકારે પણ સ્પેસ ટેકનોલોજી પોલિસીની જાહેરાત કરી છે, ત્યારે ઈસરો દ્વારા જામખંભાળિયામાં રપ એકર જમીન પર કરોડોના ખર્ચે નવું અર્થ સ્ટેશન બનાવાઈ રહ્યું છે.
અખબારી અહેવાલો મુજબ આગામી ભારતની સુરક્ષામાં મદદ માટે સરકારે બાવન સેટેલાઈટ બનાવવાની મંજુરી આપી છે, જે અંતર્ગત ઈસરો રિમોટ સેન્સિંગ, કેમેરા અને રડારવાળા કોમ્પ્લિકેટેડ ર૧ સેટેલાઈટ બનાવી રહ્યું છે. આ ઉપરાંત નાના અને પ્રમાણમાં સરળ ૩૧ સેટેલાઈટ પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓ દ્વારા નિર્માણ થઈ રહ્યા છે. ઈસરોનો જીઆઈએસએટી-આઈએ સેટેલાઈટ પણ તૈયાર થઈ ગયો છે, જે આગામી સમયમાં જીએસએલવી વ્હિકલ ઉપલબ્ધ થતા લોન્ચ થશે. આ સેટેલાઈટ ૩૬,૦૦૦ કિલોમીટરની ઊંચાઈથી પૃથ્વીની તસ્વીરો લઈ શકશે. એ સિવાય તે હવામાન સહિતની માહિતી મેળવવા પણ ઉપયોગી થશે. હાલ ઈસરોમાં અનેક પ્રકારના કેમેરાવાળા ૧૩ અને ૭ રડાર સેટેલાઈટનું કામ ચાલી રહ્યું છે. આ સેટેલાઈટ બનાવવા માટે ૪ વર્ષની સમયમર્યાદા છે, જેમાં ૬ મહિના પૂરા થઈ ગયા છે એટલે કે હવે ૩.૬ વર્ષના સમયગાળામાં આ સેટેલાઈટ બની જશે.
વહેતા થયેલા અખબારી અહેવાલો મુજબ આ સેટેલાઈટ લોન્ચ થયા પછી તેનો ઉપયોગ કરવા ગ્રાઉન્ડ પર અર્થ સ્ટેશન (ભૂ-કેન્દ્ર) બનાવવાનું કામ ગુજરાતના દરિયાકાંઠે આવેલા જામખંભાળિયામાં થઈ રહ્યું છે. આ અર્થ સ્ટેશન સરકાર દ્વારા ફાળવવામાં આવેલી રપ એકર જમીન પર બની રહ્યું છે, જે લગભગ ૧૦૦ કરોડથી વધુના ખર્ચે બનીને આગામી ૩-૪ વર્ષમાં તૈયાર થઈ જશે. અત્યારે સાઈટ પર સોઈલ ટેસ્ટિંગ અને અન્ય જરૂરી કાર્યવાહી થઈ રહી છે. આ માટે હવે સિવિલ, મિકેનિકલ અને ઈલેક્ટ્રિકના કામો અંગે જરૂરી પ્રક્રિયા ચાલુ કરાશે.
આ અર્થ સ્ટેશનની મદદથી સેટેલાઈટ દ્વારા રિમોટ સેન્સિંગને લગતી જરૂરી સેવાઓ, જેમ કે હવામાન, સુરક્ષા અને કૃષિ સહિતના અનેક ક્ષેત્રોની માહિતી મેળવવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial