Advertisement
Author: નોબત સમાચાર

મહેસાણામાં બીએલઓનું હૃદયરોગથી મૃત્યુ

દસ દિવસમાં પાંચ બીએલઓના મૃત્યુઃ

                                                                                                                                                                                                      

મહેસાણા તા. ૨૮: મહેસાણામાં બીએલઓનું હાર્ટ-એટેકથી મૃત્યુ થયુ હતુ. દિવસે સર્વર કામ ન કરતાં આચાર્ય રાત્રે ૨ વાગ્યે ઉઠી એસઆઈઆરની કામગીરી કરતા હતા તે ઢળી પડયા હતા. આમ, ૧૦ દિવસમાં ૫ શિક્ષકના મૃત્યુ થયા છે.

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ગામની કન્યા શાળાના મુખ્ય શિક્ષક અને બીએલઓ તરીકે ફરજ બજાવતા ૫૦ વર્ષીય દિનેશ રાવળનું હ્ય્દયરોગના હુમલાથી નિધન થયું છે. નેટ કનેક્ટિવિટીની સમસ્યાને કારણે તેઓ દિવસે કામગીરી કરી શકતા નહોતા, જેથી રાત્રે લગભગ ૨ વાગ્યે જાગીને એસઆઈઆરની કામગીરી કરી રહૃાા હતા.

ઉલ્લેખનીય છે કે એસઆઈઆર (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) માટે બીએલઓની કામગીરી કરી રહેલા પાંચ કર્મચારીનાં ૧૦ દિવસમાં મોત થયાં છે, જેમાં કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેરે કામના દબાણથી ત્રસ્ત થઈને આત્મહત્યા કરી હતી. તો તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સહાયક બીએલઓ તરીકે કામ કરતાં શિક્ષિકા કલ્પનાબેન પટેલનું હ્ય્દયરોગના હુમલા બાદ મૃત્યું થયું હતું. તો ખેડા જિલ્લાના કપડવંજના શિક્ષક રમેશ પરમાર અને વડોદરાના શિક્ષિકા ઉષાબેન સોલંકીનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું.

પ્રાપ્ત થતી વિગતો મુજબ મૃતક દિનેશ રાવળને રાત્રે કામગીરી દરમિયાન છાતીમાં તીવ્ર દુખાવો ઊપડ્યો હતો. તાત્કાલિક તેમને સારવાર અર્થે વડનગર ખસેડવામાં આવ્યા હતા, પરંતુ માર્ગમાં જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. જેને કારણે સુદાસણા ગામની શાળા તેમજ સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh