Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કપિલ શર્માના કેનેડાના કેપ્સ કેફે પર ફાયરીંગ કરાવનાર
નવી દિલ્હી તા. ર૮: કેનેડામાં કપિલ શર્માના કેફે પર ફાયરીંગ કરાવનારા ગેંગસ્ટરને દિલ્હીમાંથી પોલીસે દબોચી લીધો છે.
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કેનેડામાં સ્થિત પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માના 'કેપ્સ કેફે' પર ફાયરીંગ કરાવવાના મુખ્ય સૂત્રધારની દિલ્હીથી ધરપકડ કરી છે. પકડાયેલા ગેંગસ્ટરની ઓળખ બંધુ માનસિંહ સેખો તરીકે થઈ છે, જે ગોલ્ડી ધિલ્લોન ગેંગનો ભારત-કેનેડા સ્થિત હેન્ડલર હોવાનું કહેવાય છે. તેની સામે અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. ક્રાઈમ બ્રાન્ચે તેના કબજામાંથી એક ઉચ્ચ કક્ષાની પીએક્સ-૩ (મેડ ઈન ચાઈના) પિસ્તોલ અને ૮ જીવતા કારતૂસ પણ જપ્ત કર્યા છે.
ઉલ્લેખનિય છે કે, આ વર્ષે જુલાઈ મહિનામાં કેનેડાના સરે વિસ્તારમાં ખુલેલા કપિલ શર્માના 'કેપ્સ કેફે'ને ત્રણ વખત નિશાન બનાવવામાં આવ્યું હતું. પ્રથમ હુમલો ૧૦ જુલાઈના થયો હતો. ત્યારપછી ૭ ઓગસ્ટ અને ૧૬ ઓક્ટોબરે કેફે પર વધુ બે વખત ફાયરીંગ કરવામાં આવ્યું હતું. સદ્નસીબે આ ઘટનાઓમાં કોઈને ઈજા થઈ ન હતી. આ ઘટના અંગે કપિલ શર્માએ બુધવારે મુંબઈમાં પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું, 'મને લાગે છે કે ત્યાંના નિયમો અને પોલીસ પાસે કદાચ આવી ઘટનાઓને કાબૂમાં લેવાની શક્તિ ન હતી, પરંતુ જ્યારે અમારો કેસ બન્યો, ત્યારે તે કેન્દ્ર સરકાર સુધી પહોંચ્યો અને કેનેડાની સંસદમાં તેના પર ચર્ચા થઈ.'
કપિલે એક રસપ્રદ વાત જણાવતા કહ્યું, 'હકીકતમાં ફાયરીંગની દરેક ઘટના પછી અમારા કેફેમાં પહેલા કરતા વધુ લોકો આવવા લગ્યા. તેથી ભગવાન મારી સાથે છે, તો બધું બરાબર છે.' તેમણે વધુમાં કહ્યું, 'ઘણાં લોકોએ મારો સંપર્ક કર્યો અને કહ્યું કે ત્યાં ઘણું બધું (અપરાધ) થઈ રહ્યું હતું, પરંતુ મારા કેફે પર ગોળીબાર થયા પછી તે એક મોટો સમાચાર બન્યો અને હવે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.' આ દરમિયાન કપિલ શર્માએ ભારત અને ખાસ કરીને મુંબઈની સુરક્ષાની પ્રશંસા કરતા કહ્યું, 'મેં મુબઈ કે આપણા દેશમાં ક્યારેય અસુરક્ષિત અનુભવ્યું નથી. મુંબઈ જેવું બીજું કોઈ શહેર નથી.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial