Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માવઠાના માર પછી શિયાળુ પાકમાં વધારોઃ
ખંભાળિયા તા. ૨૮: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માવઠાના મારથી ચોમાસું પાકને નુક્સાન જતાં શિયાળુ પાકમાં વ્યાપક વધારો થયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં ચોમાસું વીત્યા પછી દિવાળી પછી થયેલ માવઠાના વરસાદથી ખેડૂતોના મગફળી તથા કપાસના પાકને વ્યાપક નુક્સાન થયું હોય, આ નુક્સાનનું વળતર સરકાર ચૂકવી રહી છે તથા ટેકાના ભાવે મગફળી ખરીદી પણ ચાલુ છે, જ્યારે ખેડૂતો દ્વારા વ્યાપક પ્રમાણમાં શિયાળુ પાકનું વાવેતર કરીને આ નુક્સાનીમાંથી ફાયદો મેળવવા વ્યાપક વાવેતર શિયાળુ પાકનું કર્યું છે.
દ્વારકા જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.એન. ડઢાણિયાએ જણાવ્યું હતું કે, દ્વારકા જિલ્લામાં કુલ ૧.૩૮ લાખ હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વ્યાપક વાવતેર થયું છે, જેમાં સૌથી વધુ ચણાનું વાવેતર ૬૧ હજાર હેક્ટરમાં થયું છે. જીરૂનું વાવેતર ૩૮ હજાર હેક્ટરમાં થયું છે તથા ધાણાનું વાવેતર ૧૩ હજાર હેક્ટરમાં તથા સૌથી ઓછું ઘઉંનું વાવેતર ચાર હજાર હેક્ટરમાં થયું છે.
છેવટ સુધી માવઠાના વ્યાપક વરસાદથી ખેડૂતોના કૂવા-બોર પાણીથી ભરેલા હોય, તથા ખેડૂતોની નજીકમાં ડેમો પણ ભરપૂર હોય ત્યાંથી પણ સિંચાઈની સવલતો મળી શકે તેમ હોય, ચોમાસમાં થયેલ નુક્સાનને સરભર કરવા ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં શિયાળુ પાકનું વાવેતર કરાયું છે તથા સિંચાઈ પણ પૂરતી હોય, શિયાળુ પાક મબલખ થાય તેવી સંભાવના પણ મનાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial