Advertisement
Author: નોબત સમાચાર

ભારે વરસાદે શિમલા, ઓલન, મંડી અને પંચઘાટીમાં સર્જી તારાજીઃ પરિવહન ઠપ્પ : જનજીવન ખોરવાયું

ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરના કારણે ૧૨૯ માર્ગો બંધઃ ફલાઈટો અને ટ્રેનો રદ્દ

                                                                                                                                                                                                      

શિમલા તા. ૩૦: ગઈકાલથી હિમાચલમાં વરસાદે તબાહી મચાવી છે અને ૧૨૯ રસ્તા બંધ થયા છે, રેલ સેવાઓ ખોરવાઈ ગઈ છે. ફલાઈટો રદ્દ થઈ છે. ભારે વરસાદને કારણે શિમલા, સોલન અને મંડીમાં ભારે તબાહી મચી છે. શિમલામાં ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મંડીમાં જે ઘરોને જોખમ હતું તેને ખાલી કરાવાયા છે. ચંબામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો કલાકો સુધી બંધ રહ્યાં હતાં. રાજ્યના ઘણા રસ્તાઓ ભૂસ્ખલનને કારણે બંધ ગયા છે.

ગઈકાલથી હિમાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડ્યો હતો. આનાથી શિમલા, સોલન અને મંડીમાં ભારે નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે રોડ, રેલ અને હવાઈ સેવાઓ પર પણ અસર પડી છ. આ સેવાઓ પ્રભાવિત થવાને કારણે લોકોને કલાકો સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શિમલાના જોલીના બૂથ વેલમાં એક માતા અને પુત્રી તેમના ઘરના ઓટલા પર કાટમાળ પડતાં ફસાઈ ગયા. અઢી કલાક પછી તેમને બહાર કાઢવામાં આવ્યા હતાં. પંથઘાટીમાં ઝાડ પડવાથી ચાર વાહનોને નુકસાન થયું હતું.

ગઈકાલે ચક્કી મોર નજીક કાટમાળને કારણે ચંદીગઢ-શિમલા ફોર-લેન બંધ કરવામાં આવ્યો હતો. થોડા સમય પછી એક લેન પુનઃસ્થાપિત કરવામાં આવી અને તે પોણા એક વાગ્યે સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થઈ ગઈ હતી. બારોટીવાલાથી બગ્ગુવાલા રોડ અને પિંજોર-નાલાગઢ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કિરતપુર નજીક કલ્વર્ટ ધોવાઈ ગયો હતો. મંડી જિલ્લાના ધરમપુરના પડછુમાં પાણીના નિકાલની ધીમી ગતિને કારણે તળાવ ફરીથી સ્થિર થઈ ગયું છે. મંડી શહેરના સાનયાર્ડ વોર્ડમાં પાંચ મકાનો ધરાશાયી થવાનો ભય જોઈને, પરિવારોએ પોતાના ઘર ખાલી કરાવ્યા છે. ચંબાના નૈની ખાડ વિસ્તારમાં પઠાણકોટ-ચંબા-ભરમૌર ફણ્ લગભગ સાડા પાંચ કલાક સુધી બંધ રહૃાો. નૈની ખાડથી બે કિલોમીટર દૂર, કાલી માતા મંદિરની સામે એક વળાંક પર, ગટરમાંથી ટનબંધ કાદવ નેશનલ હાઇવે પર આવ્યો. ટ્રક કાટમાળમાં ફસાઈ ગયા હતાં. રાજ્યમાં વરસાદને કારણે પાંચ ઘર, ત્રણ ગાયના વાડા અને એક દુકાનને નુકસાન થયું છે.

ભૂસ્ખલનને કારણે રાજ્યના ૧૨૯ રસ્તાઓ બંધ છે. સિરમૌરમાં ૫૭, મંડીમાં ૪૪, કુલ્લુમાં ૧૯, ઉનામાં ચાર અને લાહૌલ સ્પીતિમાં એક રસ્તા બંધ છે. આ ઉપરાંત, કેટલાક અન્ય રસ્તાઓ પણ બ્લોક છે. રાજ્યમાં ૬૧૨ ટ્રાન્સફોર્મર નિષ્ફળ જવાને કારણે વીજ પુરવઠો ખોરવાયો છે. મંડીમાં ૩૪૦, લાહૌલ સ્પીતિમાં ૧૪૦, સોલનમાં ૯૨, હમીરપુરમાં ૩૩ અને કુલ્લુમાં સાત ટ્રાન્સફોર્મર ખામીયુક્ત છે.

રવિવારે સવારે ભારે વરસાદને કારણે કાલકા-શિમલા રેલ્વે લાઈન છ કલાક સુધી બંધ રહી હતી. ભૂસ્ખલન અને વળક્ષો પડી જવાને કારણે ટ્રેક બંધ થઈ ગયો હતો. દિલ્હીથી આવતી હિમાચલ એક્સ-ેસ રવિવારે સવારે ૭:૪૭ વાગ્યે ઉના પહોંચી, જે તેના નિર્ધારિત સમય ૬.૩૫ થી એક કલાક અને ૧૨ મિનિટ મોડી હતી, અને ૫૯ મિનિટ મોડી સાથે સવારે ૮.૩૪ વાગ્યે દૌલતપુર ચોક રેલ્વે સ્ટેશન પહોંચી.

રવિવારે ગગ્ગલના કાંગરા એરપોર્ટ પર પ્રતિકૂળ હવામાનને કારણે પાંચમાંથી બે ફ્લાઇટ સેવાઓ રદ કરવામાં આવી હતી. ભુંટાર અને જુબ્બરહટ્ટી એરપોર્ટ પરથી ફ્લાઇટ્સનું સંચાલન થઈ શકયું નહીં. સોમવારે હવામાન સ્વચ્છ રહેશે તો જ હવાઈ ફ્લાઇટ્સ શકય બનશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh