Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘાયલો સારવાર હેઠળ, વિસ્ફોટનું કારણ અકબંધ
હૈદ્રાબાદ તા.૩૦: તેલંગાણાની કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થતા ૧૦ શ્રમિકના મોતની આશંકા સેવાઈ રહી છે. અનેક ઘાયલો સારવાર હેઠળ છે. વિસ્ફોટનું કારણ અકબંધ છે.
તેલંગાણાના સંગારેડ્ડીમાં એક કેમિકલ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. ફાર્મા કંપનીમાં લાગેલી આગ એટલી ભયંકર હતી કે ઘણા લોકો તેમાં ફસાઈ ગયા હતાં. આ અકસ્માતમાં ૧૦ શ્રમિકના મોતની આશંકા છે તેમજ અંદાજે ૧૫-૨૦ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
હજુ પણ ઘણા લોકો ફેકટરીમાં ફસાયેલા છે, જેથી મૃતકોની સંખ્યા વધી શકે તેવો પણ અંદાજ છે.
પ્રાપ્ત થતી વિગતવાર માહિતી મુજબ તેલંગાણાના સંગારેડ્ડીમાં પાટન ચેરુ મંડળના સિગાચી ફાર્મા કંપનીમાં રિએક્ટરમાં સવારે ૭ વાગ્યે વિસ્ફોટ થયો. વિસ્ફોટ થયા બાદ આગે વિકારળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં અકસ્માતના સમાચાર મળતા જ ૧૧ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા.
જો કે હજુ સુધી વિસ્ફોટનું કારણ બહાર આવ્યું નથી. પરંતુ એવું કહેવામાં આવી રહૃાું છે કે રિએક્ટરમાં ટેક્નિકલ ખામીના કારણે વિસ્ફોટ થયો હશે.
ઘાયલ કામદારોમાંથી ઘણા ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમની હાલત ગંભીર છે. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. રાહત-બચાવની કામગીરી ચાલુ હોવાથી કુલ મૃતકોની સંખ્યાની આ લખાય છે ત્યાં સુધી પુષ્ટિ થઈ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial