Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના આંગણે દસ દિવસીય સાધર્મિક સહિત મહોત્સવનું આયોજન

સ્થાનકવાસી જૈન મોટા સંઘ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરના સ્થાનકવાસી જૈન મોટા સંઘ, ચાંદીબજારના આંગણે તા. ૨૦-૭-૨૫ થી તા. ૨૯-૭)૨૫ સુધી તેમજ તા. ૬-૯-૨૫ થી તા. ૧૫-૯-૨૫ સુધી દસ દિવસ માટેે સાધર્મિક ભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

સમય સવારે ૮ થી ૮:૩૦ સુધીમાં પ્રવેશ કરી બપોરે ૧૨: થી ૧૨:૩૦ સુધીમાં ત્રણ-ચાર-પાંચ સામાયિક કરી કાર્યકરો પાસે નામ લખાવી રોજે રોજનો પાસ મેળવી લેવાનો રહેશે. ત્યારબાદ શ્રી લોકાગચ્છ જ્ઞાતિની વાડીમાં સાધર્મિક ભક્તિ (ભોજન) રાખવામાં આવેલ છે તેમાં પધારવા દાતા પરિવારનું નિમંત્રણ છે.

આ આયોજનમાં જે સાધર્મિક પરિવારો અનાજની કીટ મેળવવા ઈચ્છતા હોય તે પરિવારોમાંથી કમ સે કમ એક વ્યક્તિએ ૧૦ દિવસ વ્યાખ્યાન દરમ્યાન એક સામાયિક ફરજિયાત કરવાની રહેશે. જેને સ્પેશ્યલ પાસ આપવામાં આવશે. આ માટેનું ફોર્મ ઉપાશ્રયમાંથી મેળવી લઈ તેમાં વિગતો ભરી પરિવારના સર્વે સભ્યોના નામ દર્શાવવાના રહેશે તેમજ પરિવાર જે જ્ઞાતિનું સભ્યપદ ધરાવતા હોય તે જ્ઞાતિના ટ્રસ્ટીઓના સહી-સિક્કા કરાવી ફોર્મ ભરીને પરત કરવાનું રહેશે. તે સર્વે સભ્ય સંખ્યાને ધ્યાને લઈ ઉપરોક્ત દર્શાવ્યા મુજબની કીટ આપી બહુમાન કરવામાં આવશે.

કીટના ફોર્મ તા. ૧૦-૭-૨૫ થી સવારે ૯ થી ૧૨ સુધી જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ ઉપાશ્રયમાંથી મેળવી લેવાના રહેશે. આ અંગે અમારા બે સભ્યો મંજુબેન મેતા (મો. ૯૮૨૪૫૪૭૬૫૩) તથા રીટાબેન (મો. ૭૫૬૭૮૮૨૭૭૨) નો સંપર્ક કરી માહિતી મેળવી લેવાની રહેશે. દૂર રહેતા પરિવારોને અનાજની કીટ તેમના એડ્રેસ ઉપર ફોન થી જાણ કરી પહોંચાડવામાં આવશે. કીટ ન મળે તો રાજુભાઈ શાહ (મો. ૯૭૧૨૩૭૪૯૩૦) તથા રીટાબેન મેતા (મો. ૭૫૬૭૮૮૨૭૭૨) ને જાણ કરવી. કીટમાં કોઈ પણ પ્રશ્ન ઊભો થાય તો દિપકભાઈ શાહ (મો. ૯૮૨૪૨૪૦૬૬૦) તથા મયુરભાઈ શાહ (મો. ૯૮૨૫૨ ૧૧૨૫૮)નો સંપર્ક કરવો.

૨૦ વર્ષ સુધીના જે બાળકો બપોરે શિબિરમાં આવશે તેઓને માટે લેવા-મુકવાની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. તા. ૨૯-૬-૨૫ થી તા. ૫-૧૧-૨૫ થી ચાતુર્માસ પૂર્ણ થાય ત્યાં સુધી એકાસણા, દયાવ્રત અને સામાયિક કરનારે સાધર્મિક ભક્તિનો લાભ લોકાગચ્છની વાડીમાં પધારવા તેમજ દરેક ઉપાશ્રયમાં આવેલા મહેમાનોને સાધાર્મિક ભક્તિનો લાભ લેવા અનુરોધ કરાયો છે. દાતા પરિવાર તરીકે જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહનો સહયોગ મળ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh