Advertisement
Author: નોબત સમાચાર

ઈરાન-અમેરિકા યુદ્ધ ફરીથી ફાટી નીકળતા આખી દુનિયા ચિંતાગ્રસ્તઃ હોર્મુઝ સ્ટ્રેટ પુનઃ બંધ

બન્ને દેશોના પરસ્પર ભિષણ હુમલાઓથી તબાહી

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન/ તહેરાન તા. ૧૧: અમેરિકા-ઈરાન વચ્ચે ફરીથી ભિષણ યુદ્ધ ફાટી નીકળ્યું છે. અમેરિકાએ હુમલો કરતાં ઈરાનનો પારો સાતમાં આસમાને છે. હોર્મુઝ બંધ કર્યાનું એલાન થયું હોઈ જહાજ પસાર થશે તો હુમલો થશે. પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસ ફરી વધુ મોંઘા થઈ શકે છે જેથી વિશ્વભરમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

અમેરિકાએ ફરીવાર ઈરાન પર હુમલો કરતા ઈરાને પણ વળતો હુમલો કરીને અમેરિકાને જડબાતોડ જવાબ આપી દીધો છે. બન્ને દેશ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ ફરી બંધ કરી દેવામાં આવ્યો છે. અમેરિકા પોતાની શરતો પર ઈરાનને મનાવવા માટે અને સીઝફાયર પર ફરજિયાત સહકાર માટે દબાણ કરી રહૃાો છે. અન્યથા અમેરિકા હુમલાઓ ચાલું રાખશે એવી ધમકી ઉચ્ચારવામાં આવી છે.

આ ધમકીના જવાબમાં ઈરાને અતિ મહત્ત્વનો જળમાર્ગ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો છે. અમેરિકાના હુમલા બાદ, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત કરી છે. તેલ અને ગેસના ભાવમાં પણ વધારો થયો છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ગલ્ફ દેશોમાંથી વિશ્વના મોટાભાગના દેશોમાં તેલ અને ગેસનો પુરવઠો ખોરવાઈ ગયો છે.

ભારત પણ આની સીધી અસર પામ્યું છે, અને આનાથી ભારતમાં તેલ અને ગેસનું સંકટ સર્જાઈ શકે છે. ઈરાને સામી ધમકી આપતા કહૃાું કે, જે કોઈ જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થશે એના પર હુમલો કરી દેવાશે. તેલ ટેન્કર અને કમર્શિયલ વ્હીકલ હોર્મુઝ સ્ટ્રેટને પાર કરી શકશે નહીં. હોર્મુઝ સ્ટ્રેટ ફરીવાર બંધ થઈ જતા ભારતની ચિતા વધી ગઈ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દુનિયાનો સૌથી વધુ મહત્ત્વ ધરાવતો જળમાર્ગ છે. સૌથી વધારે વ્યસ્ત રહેતો માર્ગ છે, જે ઓમાનની ખાડીને અરબ સાગર સાથે જોડે છે. ઓઈલ ચેકપોઈન્ટ તરીકે ઓળખાતા જળમાર્ગમાંથી દુનિયાના ૨૦ ટકા જહાજ પસાર થાય છે.

આ વોટરરૂટ હવે બંધ થઈ જતા ભારત સહિત અન્ય દેશની ચિતા પણ રાતોરાત વધી છે. સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક, કુવૈત, કતાર અને દુબઈ જેવા મહત્ત્વના ખાડી દેશમાં પ્રોસેસ થતું ક્રૂડ પર આ જ જળમાર્ગ થકી બીજા દેશમાં જાય છે. તેથી આ દેશની ચિંતા પણ વધી છે. જો હવે ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધના કારણે લાંબા સમય સુધી આ જળમાર્ગ બંધ રહૃાો તો આંતરરાષ્ટ્રીય સ્તર પર ગેસની કિમતમાં તથા ક્રૂડની કિંમતમાં ફરીવાર મોટો વધારો જોવા મળશે. ભારતમાં આવતું ૫૦ ટકા ક્રૂડ અને ૭૦ ટકા ગેસ આ જ જળમાર્ગમાંથી થકી ભારત પહોંચે છે. પર્શિયન ગલ્ફને ઓમાનની ખાડી સાથે જોડતો આ જળમાર્ગ સંપૂર્ણ રીતે ઈરાનના કબજામાં છે, જે ભારતની ક્રૂડ તથા ગેસની સપ્લાયને સીધી રીતે અસર કરે છે. ભારત મિત્ર દેશની યાદીમાં આવે છે તેથી ભારતીય જહાજને અહીંયાથી પસાર થવાની પૂરી રીતે મંજૂરી છે. યુદ્ધની સ્થિતિ હોવા છતા ભારતીય જહાજને અહીંયાથી પસાર થવા દેવામાં આવે છે અને કોઈ હુમલો કરાશે પણ નહીં. તેવી ઈરાનની બાહેંધરી છતાં ભારતીય જહાજો પર અમેરિકા દ્વારા થતા હુમલાઓને કારણે ભારતની ચિંતા વધી છે અને ભારતીય દુતાવાસો સતર્ક થયું છે.

ઈરાનો હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતા એશિયાના બાકીના દેશની ચિંતામાં પણ એકાએક વધારો થયો છે. આ પાછળનું કારણ એ છે કે,ઘણાં જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવાની તૈયારીઓમાં હતા, એવામાં અમેરિકાએ હુમલો કરી દેતા અને ઈરાને એનો જવાબ આપતા ફરી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો છે. હવે હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ અટવાયેલા જહાજની મુશ્કેલી વધી ગઈ છે. દિવસ કરતા રાત પસાર કરવી વસમી પડી રહી છે. ઈરાનના ગાર્ડ દ્વારા સમયાંતરે પેટ્રોલિગ કરવામાં આવી રહૃાું છે. ખાસ કરીને અમેરિકા બાજુ આગળ વધતા જહાજને લઈને ઈરાને ચાંપતી નજર રાખી છે.

અન્ય એક ભારતીય જહાજ પર હૂમલાના અહેવાલો

ભારતીય જહાજ ૫ર હૂમલામાં ત્રણ ભારતીયોના મૃત્યુ નિપજયા

ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ પર અમેરિકા દ્વારા થયેલા હૂમલા પછી ર૪ ક્રૂ મેમ્બર્સમાંથી ર૧ ને બચાવાયા હતા, બાકીના ત્રણ ભારતીયોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ કરીને ભારતીય દુતાવાસે અમેરિકા સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. એકબીજા જહાજ પર પણ હૂમલો થયો હોવાના અહેવાલો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh