Advertisement
Author: નોબત સમાચાર

સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટના મદદનીશ ઈજનેરની લાંચ કેસમાં જામીન અરજી નામંજૂર

બીલ મંજૂર કરવા લાંચ લીધી હતીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરના કોન્ટ્રાક્ટ પેઢી પાસેથી બીલ મંજુર કરવા માટે લાંચ લેવાના કેસમાં ઝડપાયેલા સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટના મદદનીશ ઈજનેરની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.

જામનગરના પૃથ્વીરાજસિંહ ઉર્ફે પથુભા નટુભા જાડેજાના મિત્ર દિનેશભાઈ અગ્રવાલની જામનગર નજીકના લાખાબાવળ પાટીયા પાસે ગુજરાત આયુ. યુનિવર્સિટી, જામનગર તથા ડબલ્યુએચઓ દ્વારા સંયુક્ત નવનિર્માણ થઈ રહેલા દવાઓના રિસર્ચ સેન્ટરમાં ઈલેકટ્રીકની કામગીરી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોજપ ગામે આવેલી બીએસએફ મરીન તાલીમ કેન્દ્રમાં ઈલેકટ્રીક સર સામાન ફીટીંગ કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો.

જે કામના બીલ મંજૂર કરવા માટે સેન્ટર પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટના મદદનીશ ઈજનેર વર્ગ-ર વિજયકુમાર બાબુલાલ મીનાએ લાંચની માગણી કરી હતી. આથી કોન્ટ્રાક્ટર દિનેશભાઈ અગ્રવાલ વતી તા.૧-૪-૨૬ના પૃથ્વીરાજસિંહ નટુભા જાડેજાએ લાંચ-રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરી હતી. જેના આધારે ગુજરાત આયુ. યુનિ. કેમ્પસમાં આવેલી આરોપીની ચેમ્બરમાં છટકુ ગોઠવવામાં આવ્યું હતું અને જ્યાં રૂ।.૪ લાખ ૫૨ હજારની લાંચની રકમ સ્વીકારતા જ એસીબી પોલીસે દરોડો પાડીને આરોપી વિજયકુમાર બાબુલાલ મીનાને ઝડપી પાડ્યા હતા. આ બાબતે પોલીસે અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું છે. ત્યારપછી આરોપી દ્વારા જામીન પર મુકત કરવા અરજી કરવામાં આવી હતી.

જામનગરના એડી. સેશન્સ જજ વી.પી. અગ્રવાલ દ્વારા તમામ દલીલો સાંભળ્યા પછી આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકાર તરફે વકીલ હેમેન્દ્ર ડી. મહેતા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh