Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગણિતની પરીક્ષાઃ ૪૪૧ વિદ્યાર્થીઓ ગેરહાજરઃ
જામનગર તા. ૧૧: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પૂરક પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જામનગર જિલ્લામાં પણ વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ યોજાઈ હતી. પ્રથમ દિવસે એકપણ કોપી કેસ નોંધાયો ન હોવાનું જિલ્લા શિક્ષણ તંત્રે જણાવ્યું છે.
ધોરણ ૧૦ની પૂરક પરીક્ષામાં આજે ગણિત વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા માટે કુલ ૨,૦૯૪ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી ૧,૬૫૩ વિદ્યાર્થીઓ હાજર રહૃાા હતા, જ્યારે ૪૪૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહૃાા હતા.
આ ઉપરાંત ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષામાં આજે આંકડા શાસ્ત્ર વિષયની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષા માટે કુલ ૩૯૦ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી ૩૦૦ વિદ્યાર્થીઓ હાજર રહૃાા હતા, જ્યારે ૯૦ વિદ્યાર્થીઓ ગેરહાજર રહૃાા હતા.
જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો પર જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી અને બોર્ડની માર્ગદર્શિકા મુજબ ચુસ્ત દેખરેખ હેઠળ પરીક્ષાઓ લેવામાં આવી હતી. પ્રથમ દિવસના પ્રથમ સત્રમાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષામાં એકપણ કોપી કેસ નોંધાયો ન હોવાથી પરીક્ષાનો પ્રારંભ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે થયો હોવાનું જાણવા મળ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial