Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળના સફળ કાર્યકાળના ૧૨ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરને વધાવવા માટે જામનગરના વૈભવ સમાન અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન ધરાવતા સુપ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિરમાં એક ભવ્ય અને દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જનાર વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ અને દેશની અવિરત પ્રગતિની મનોકામના સાથે યોજાયેલી આ મહાઆરતીમાં જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મહાનગરપાલિકાના મેયરશ્રી મોનિકાબેન વ્યાસ તેમજ મનપાના વિવિધ સમિતિઓના પદાધિકારીઓ, અગ્રણીઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને રાષ્ટ્રપ્રેમી નગરજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યાં હતાં અને મંત્રઉચ્ચાર તેમજ જયશ્રી રામના નારાઓ સાથે સંપન્ન થયેલી આ મહાઆરતીમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો અને ભક્તોએ બાલા હનુમાનજીના ચરણોમાં શીશ ઝુકાવી વડાપ્રધાનશ્રીના સબળ નેતૃત્વમાં ભારત વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બને તેમજ જામનગર સહિત સમગ્ર દેશમાં સુખ, શાંતિ અને ખુશહાલી જળવાય રહે તેવી મંગલ પ્રાર્થના કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial