Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૦: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મોટી ખાવડી નજીક ગઈકાલે એક બાઈકસવાર જોખમી સ્ટંટ કરતો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી છે અને આ બાઈકચાલકની શોધખોળ હાથ ધરી છે. જામનગર-ખંભાળિયા માર્ગ પર મોટી ખાવડી-મેઘપર વચ્ચે ગઈકાલે એક બાઈકચાલક પોતાનું બાઈક પુરપાટ વેગે ચલાવીને કેટલાક સ્ટંટ કર્યા હતા. જેમાં સૂતા સૂતા બાઈક ચલાવતો એક શખ્સ નજરે ચડ્યો હતો. કોઈએ આ સ્ટંટનો પોતાના મોબાઈલમાં વીડિયોનું શૂટીંગ કરી લીધુ હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ હરકતમાં આવી છે અને આ સ્ટંટબાજના બાઈકના નંબરના આધારે તેની શોધખોળ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial