Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક વર્ષ સુધી યુવતીનું શોષણ કરનાર આરોપી ઝડપાયોઃ
જામનગર તા. ૧૧: જામનગર શહેરમાં વધુ એક યુવતીને લગ્નની લાલચ આપી હવસનો શિકાર બનાવવામાં આવી હોવાનો ચકચારી કિસ્સો પોલીસ મથકે નોંધાયો છે. યુવતી સાથે દુષ્કર્મ આચરવાના આરોપસર સિટી 'બી' ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે આરોપીની અટકાયત કરી જેલ હવાલે કરી દીધો છે.
જામનગર શહેરના સિટી 'બી' ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી વિગતો અનુસાર શહેરના તિરૂપતિ સોસાયટી વિસ્તારમાં રહેતા રાજવીરસિંહ રાઠોડ નામના રપ વર્ષિય શખ્સ સામે ગુનો નોંધાયો છે. આરોપીનો જામનગરમાં જ રહેતી રર વર્ષિય યુવતી સાથે વર્ષ ર૦રપ દરમિયાન પરિચય થયો હતો.
પરિચય પછી બન્ને વચ્ચે મિત્રતા અને ત્યારપછી પ્રેમસંબંધ વિક્સ્યો હતો. આ દરમિયાન આરોપીએ યુવતીને લગ્ન કરવાની ખાતરી આપી વિશ્વાસમાં લીધી હતી. લગ્નની લાલચ અને વચનો આપીને તેણે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતાં.
લગભગ એક વર્ષથી વધુ સમય સુધી બન્ને સંપર્કમાં રહ્યા પછી આરોપીએ એકાએક લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ત્યારપછી યુવતીને પોતે ઠગાઈનો ભોગ બની હોવાની જાણ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
યુવતીની ફરિયાદના આધારે સિટી 'બી' ડિવિઝન પોલીસે આરોપી સામે દુષ્કર્મ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની અટકાયત કરી દીધી હતી અને તેને અદાલત સમક્ષ રજૂ કર્યા પછી જેલ હવાલે કરી દેવાયો છે. પોલીસે ભોગ બનનારની તબીબી ચકાસણી કરી લીધા પછી તેણીના પરિવાર સાથે મોકલી દેવાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial