Advertisement
Author: નોબત સમાચાર

નવી દિલ્હીના ભારત મંડપમ્માં ૧૭ થી ૧૯ ડિસેમ્બર સુધી વિશ્વ આરોગ્ય સંસ્થાની બીજી સમિટ યોજાશે

જામનગરમાં સ્થાપિત ડબલ્યુએચઓ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર દેશના પરંપરાગત જ્ઞાનમાં વૈશ્વિક વિશ્વાસનું પ્રતીક છે...

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૨: ભારતના આયુષ અને ડબલ્યુએચઓ દ્વારા સહ-આયોજિત વૈશ્વિક સમિટ ૧૭-૧૯ ડિસેમ્બર ૨૦૨૫ના ભારત મંડપમ્ નવી દિલ્હીમાં યોજાશે. જેમાં ૧૦૦થી વધુ દેશોમાં પ્રતિનિધિઓ ભાગ લેશે.

આયુષ મંત્રાલયના સહયોગથી દ્વિતિય ડબલ્યુએચઓ ગ્લોબલ સમિટ ઓન ટ્રેડિશનલ મેડિસિન (પરંપરાગત દવાઓ પર ૨જી ડબલ્યુએચઓ વૈશ્વિક સમિટ) સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જે તા. ૧૭ થી ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન ભારત મંડપમ, નવી દિલ્હીમાં યોજાશે. ગૌરવની વાત છે કે ૨૦૨૩માં ગુજરાતમાં સફળતાપૂર્વક યોજાયેલી પ્રથમ સમિટ પછી ભારત બીજી ડબલ્યુએચઓ ગ્લોબલ સમિટ ઓન ટ્રેડિશનલ મેડિસિનનું આયોજન કરશે. આ સમિટ માનવ આરોગ્ય, સુખ અને સુખાકારી માટે પરંપરાગત દવાને મુખ્ય પ્રવાહમાં લાવવાના સામૂહિક વૈશ્વિક પ્રયાસમાં વધુ એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે, જે ભારતના *સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયઃ* ના વિઝન સાથે સુસંગત છે.

આઇ.ટી.આર.એ.ના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરી જણાવે છે કે આ વર્ષની સમિટની થીમ *સંતુલન પુનઃસ્થાપિત કરવું: આરોગ્ય અને સુખાકારીનું વિજ્ઞાન અને વ્યવહાર છે. આ કાર્યક્રમમાં ૧૦૦થી વધુ દેશોમાંથી વિશ્વભરના મંત્રીઓ, નીતિ ઘડવૈયાઓ, વૈશ્વિક આરોગ્ય નેતાઓ, સંશોધકો, નિષ્ણાતો, ઉદ્યોગના પ્રતિનિધિઓ અને પ્રેક્ટિશનરો એકમંચ પર આવશે.

આયુષ મંત્રાલય અશ્વગંધા પર એક સમર્પિત સાઇડ ઇવેન્ટનું આયોજન કરશે, જે ભારતના સૌથી જાણીતા અને વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરાયેલા ઔષધિય છોડમાંથી એક છે, જે પરંપરાગત અને સમકાલીન આરોગ્ય પ્રથાઓમાં તેના મહત્ત્વને પ્રકાશિત કરશે.

પરંપરાગત દવાઓમાં ભારતના વૈશ્વિક નેતૃત્વ પર આયુષ પ્રણાલીઓ  આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ, સોવા-રિગ્પા અને હોમિયોપેથી  એ સદીઓથી લોકોની સેવા કરી છે અને આજે તે સર્વગ્રાહી સ્વાસ્થ્ય માટે વિશ્વભરમાં વિશ્વસનીય ઉકેલો તરીકે માન્યતા પ્રાપ્ત છે. ભારતની ભાગીદારીમાં જામનગર, ગુજરાતમાં ડબલ્યુએચઓ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરની સ્થાપના, ભારતના પરંપરાગત જ્ઞાન પ્રણાલીઓમાં વધી રહેલા વૈશ્વિક વિશ્વાસને દર્શાવે છે.

આગામી સમિટના આયોજનમાં આયુષ મંત્રાલય અને વિશ્વ આરોગ્ય સંસ્થાના સતત પ્રયાસો પ્રશંસનીય છે અને પરંપરાગત દવામાં જાગૃતિ વધારવા અને જાહેર વિશ્વાસને મજબૂત કરવામાં મીડિયાની આવશ્યક ભૂમિકા અગત્યનો ભાગ ભજવી રહી છે.

ભારતના પ્રધાનમંત્રી સમિટના સમાપન સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. સમિટમાંથી ઉદ્ભવતા વિચાર-વિમર્શ અને સહયોગ વિશ્વને આરોગ્ય સંભાળના વધુ સર્વગ્રાહી, સમાવેશી અને ટકાઉ ભવિષ્ય તરફ માર્ગદર્શન આપશે.

પરંપરાગત દવા પરના વૈશ્વિક નિર્ભરતાને પ્રકાશિત કરતાં, તેમણે સંશોધન, નવીનતા અને નિયમનકારી મજબૂતીકરણ દ્વારા પુરાવાના અંતરને દૂર કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

સમિટના વિચાર-વિમર્શના ભાગરૂપે, *અશ્વગંધાઃ પરંપરાગત જ્ઞાનથી વૈશ્વિક અસર સુધી  અગ્રણી વૈશ્વિક નિષ્ણાતોના પરિપ્રેક્ષ્યો* શીર્ષકવાળી એક કેન્દ્રિત સાઇડ ઇવેન્ટ ૧૭૧૯ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન યોજાશે. ડબલ્યુએચઓ-જીટીએમસી દ્વારા આયુષ મંત્રાલયના સહયોગથી આયોજિત આ સત્ર અશ્વગંધાની વૈજ્ઞાનિક સમજને વધુ ગાઢ બનાવવા માટે અગ્રણી સંશોધકો, નીતિ ઘડવૈયાઓ અને ક્લિનિશિયનોને એકસાથે લાવશે. ચર્ચાઓ પરંપરાગત જ્ઞાનની સમજ સાથે જોડાયેલા તેના અનુકૂલનશીલ, ન્યુરોપ્રોટેક્ટિવ અને ઇમ્યુનોમોડ્યુલેટરી ગુણધર્મો પરના સમકાલીન પુરાવાઓને પ્રકાશિત કરશે. સલામતી મૂલ્યાંકન પર ભાર મૂકતા, આ સત્રનો હેતુ ઉચ્ચ-ગુણવત્તાવાળા, પુરાવા-આધારિત અશ્વગંધા ઉત્પાદનોની વૈશ્વિક સ્વીકૃતિને વધુ આગળ વધારવાનો છે.

આઈટીઆરએની

મહત્ત્વપૂર્ણ ભૂમિકા

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ, જામનગર, આયુર્વેદ ક્ષેત્રે ભારતની મુખ્ય શૈક્ષણિક અને સંશોધન સંસ્થા, સમ્મેલનમાં રાષ્ટ્રીય શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને તકનીકી ભાગીદાર તરીકે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહૃાું છે. *પ્રો. તનુજા નેસરી, ડિરેક્ટર, આઈટીઆરએ  કાર્યક્રમ માટેની મુખ્ય કારોબારી કમિટીના સભ્ય છે અને વિવિધ કાર્યક્રમોનું સંકલન સંભાળી રહૃાાં છે.

પ્રો. (ડો.) તનુજા નેસરી સમ્મેલનમાં મહત્ત્વપૂર્ણ નેતૃત્વ જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેમાં તેઓ અધ્યક્ષ તરીકે ફરજ બજાવશે એક્સપો અને સાંસ્કૃતિક પ્રસ્તુતી સમિતિમાં તેમજ સહ-અધ્યક્ષ તરીકે ડિજિટલ હેલ્થ અને ઇનોવેશન સમિતિમાં કાર્યરત રહેશે.

 નવા ડબલ્યુએચઓ જીટીએમસી કેમ્પસ તૈયાર થાય ત્યાં સુધી ડબલ્યુએચઓ જીટીએમસીનું કામચલાઉ કાર્યાલય આઈટીઆરએ કેમ્પસમાં સ્થિત છે.

*પુરાવા સંકલન, ફાર્માકોવિજિલન્સ, ડિજિટલ દસ્તાવેજીકરણ, શિક્ષણ, નૈતિકતા, જૈવવિધતા અને એકીકરણ ફ્રેમવર્ક માટે સમ્મેલનના ટ્રેક્સ માટે પૃષ્ઠભૂમિ સંશોધન પેપરો, ટેક્નિકલ બ્રીફ્સ અને સંકલ્પ નોંધો પ્રદાન કરવી.

*જ્ઞાન સંચાલન, નિષ્ણાતોની ભલામણો, ક્ષમતા-વિકાસ મોડ્યુલ્સ, ડબલ્યુએચઓ ફેલોશિપ ફોર્મેટ્સ અને આંતરરાષ્ટ્રીય સહકાર ફ્રેમવર્ક સુગમ કરવું. વગેરે માટે તૈયારીઓ તથા પૂર્વ-આયોજન સુનિશ્ચિત કરાયા છે.

સંસ્કૃતિ અને સંગીતના માધ્યમથી થશે વિશેષ પ્રસ્તુતીઃ

આઇ.ટી.આર.એ. જામનગરના પ્રયાસો અને વિચારબિંદુથી સ્વરૂપવંત થયેલા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આ વૈશ્વિક સમ્મેલનમાં મંચન થવા જઇ રહૃાું છે. જેમાં પદ્મશ્રી અને ત્રણ વાર સંગિત વિશ્વનો ગ્રેમી એવોર્ડ વિજેતા વિકિ કેજ દ્વારા  'રિસ્ટોરિંગ ધ બેલેન્સ' થીમ પર શબ્દ-સંગીતના માધ્યમથી સમ્મેલનમાં ઉપસ્થિત વિશ્વભરના લોકો વચ્ચે પ્રસ્તુતી કરશે જેમાં દૂનિયાભરના છેવાડાના અને પરંપરાગત ચિકિત્સા કરતા લોકોની વાતને કેન્દ્રવર્તી બનાવી રજૂ કરવામાં આવશે તેમજ પરંપરાગત ચિકિત્સાના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરાશે. ત્યારે જામનગર માટે એક ગૌરવવંતિ ક્ષણ બની રહેશે.

વિવિધાસભર પ્રદર્શની

સમ્મેલનમાં એક પ્રદર્શન વિસ્તાર હશે  જેમાં આયુષ મંત્રાલય માટે વિશેષ વિભાગ રહેશે, જેમાં આયુર્વેદ ક્ષેત્રે ભારતના નેતૃત્વને ક્યુરેટેડ પ્રદર્શન, ક્લિનિકલ અને ફાર્માસ્યુટિકલ ડેટા, ઇન્ટિગ્રેટિવ હેલ્થકેર મોડલ્સ, સમુદાય આધારિત ઉપયોગ, આયુર્વેદ શિક્ષણ અને નવીન ટેક્નોલોજીના પ્રદર્શન દ્વારા રજૂ કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh