Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫રસ્પર દોષારોપણ છોડી આગામી પાંચ વર્ષનો સચોટ પ્લાન ગૃહમાં રજૂ કરવા સરકારને કર્યો પડકારઃ સરકારે બતાવી તૈયારી
નવી દિલ્હી તા. ૧૨: રાહુલ ગાંધીએ સંસદમાં વાયુ પ્રદૂષણનો મુદે ઉઠાવી પડકાર ફેંકયો હતો. તે સરકારે ચર્ચા માટે તૈયારી બતાવી હતી.
લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે (૧૨ ડિસેમ્બર) ગૃહમાં વાયુ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહૃાું કે, આ મુદ્દે અમારા તરફથી કોઈ બ્લેમ ગેમ નહીં હોય, અમે આ ગંભીર પડકારને પાર પાડવા માટે સરકારનો સહયોગ કરીશું. આ સિવાય રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને પૂછ્યું કે, વાયુ પ્રદૂષણ મુદ્દે તેનો સામનો કરવા આવનારા પાંચ વર્ષનો શું પ્લાન છે તેને ગૃહમાં રજૂ કરવામાં આવે.
કોંગ્રેસ સાંસદે કહૃાું કે, 'આપણા મોટાભાગના શહેર ઝેરીલી હવાની ચાદરમાં લપેટાયેલા છે. લાખો બાળકોના ફેફસાં બીમારીઓથી ગ્રસ્ત થઈ ચુક્યા છે, તેમનું ભવિષ્ય ખરાબ થઈ રહૃાું છે. લોકો કેન્સરથી પીડિત થઈ રહૃાા છે. આ સિવાય વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આ એક મહત્ત્વનો મુદ્દો છે અને મને પૂરો વિશ્વાસ છે કે, આ વિશે સરકાર અને આપણા વચ્ચે પૂર્ણ સંમતિ હશે. આ કોઈ વૈચારિક મુદ્દો નથી. આ ગૃહમાં તમામ એ વાતથી સંમત હશે કે, વાયુ પ્રદૂષણ અને તેનાથી આપણા લોકોને થતા નુકસાન પર આપણે બધાએ સહયોગ કરવો જોઈએ.'
રાહુલ ગાંધીએ લોકસભામાં કહૃાું કે, 'પ્રદૂષણનો કોઈ રસ્તો કાઢવો જોઈએ. એકબીજા પર દોષારોપણની બદલે ઉકેલ શોધીએ. સરકાર અને વિપક્ષ બેસીને આ મુદ્દે ચર્ચા કરે. હું કેન્દ્ર સરકારને માંગ કરૂ છું કે, રાજ્યો સાથે મળીને આ પ્રદૂષણને દૂર કરવા અલગ-અલગ પ્લાન બનાવે. આ માટે હું વડાપ્રધાનને પહેલ કરવાની અપીલ કરૂ છું. સંસદમાં પ્રદૂષણ મુદ્દે ચર્ચા થવી જોઈએ, જેમાં વિપક્ષ અને સત્તા પક્ષ એકબીજા પર આરોપ લગાવવાને બદલે સાથે મળીને દેશહિતમાં એક સચોટ પ્લાનને અંતિમ રૂપ આપે.'
આ વિશે વધુ વાત કરતા તેમણે કહૃાું કે, 'મને લાગે છે કે, એ સારૂ રહેશે કે આપણે ચર્ચાને એ પ્રકારે આગળ ન વધારીએ કે, તમે શું નથી કર્યું કે અમે શું નથી કર્યું. પરંતુ, સીધું એ વાત પર ધ્યાન આપીએ કે, આપણે ભવિષ્યમાં ભારતના લોકો માટે શું કરવા જઈ રહૃાા છીએ, આપણે કયા પગલાં લેવા પડશે. તેથી મારૂ માનવું છે કે, આ જોવું ખૂબ રસપ્રદ હશે કે શું આપણે એકબીજા પર દોષારોપણની બદલે આ એક મુદ્દે જેમાં આપણે બધા સંમત છીએ અને કોઈ અસમંતિ નથી તો એવું કહેવાનો પ્રયાસ કરીએ કે, ચાલો આપણે ભારતીયોના ભવિષ્ય વિશે વાત કરીએ.'
રાહુલ ગાંધીની આ ભલામણ પર કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કહૃાું કે, સરકારે એવી કોઈ પણ જનહિતના મુદ્દે ગૃહમાં સાર્થક ચર્ચા માટે હંમેશાં તૈયાર છે. આ વિષય લોકસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં પણ છે. અમે દરેક વિષય પર સ્વસ્થ ચર્ચા માટે તૈયાર છીએ. અમે પ્રદૂષણના મુદ્દે પણ ચર્ચા કરવા તૈયાર છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial