Advertisement
Author: નોબત સમાચાર

કોંગ્રેસના કદાવર નેતા શિવરાજ પાટીલનું ૯૦ વર્ષની વયે નિધનઃ દેશભરમાં શોકનું મોજુ

લોકસભાના સ્પીકર અને કેન્દ્રિય ગૃહમંત્રી તરીકે દીર્ઘકાલિન સેવાઓ આપનાર

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧રઃ લોકસભા સ્પીકર તથા કેન્દ્રિય મંત્રી અને રાજ્યપાલ તરીકે દીર્ઘકાલિન સેવાઓ આપનાર શિવરાજ પાટીલનું નિધન થયું છે. તેઓ લાતુરથી ૭ વખત સાંસદ બન્યા હતાં.

કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું શુક્રવારે લાતુરમાં ૯૦ વર્ષની વયે નિધન થઈ ગયું. તેમણે સવારે લગભગ ૬-૩૦ વાગ્યે તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા. તે લાંબા સમયથી બીમાર હતાં અને ઘરે જ તેમની સારવાર ચાલી રહી હતી.

શિવરાજ પાટીલે તેમની લાંબી રાજકીય કારકિર્દીમાં અનેક મહત્ત્વના પદો સંભાળ્યા હતાં, જેમાં તે લોકસભા સ્પીકર અને કેન્દ્રિય કેબિનેટમાં અનેક મહત્ત્વપૂર્ણ પદો સંભળી ચૂક્યા હતાં. પાટીલ લાતુર લોકસભા બેઠકથી સાત વખત સાંસદ તરીકે ચૂંટાયા હતાં. તેમના નિધન પછી સમગ્ર મહારાષ્ટ્ર અને રાષ્ટ્રીય રાજકાણણમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે પાટીલને ભારતીય રાજકારણમાં એક શાંતિ, સંયમ અને ખૂબ જ મહેનતુ નેતા તરીકે જોવામાં આવતા હતાં.

શિવરાજ પાટીલનો જન્મ ૧ર ઓક્ટોબર ૧૯૩પ ના લાતુર જિલ્લાના ચાકુરમાં થયો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે પહેલા આયુર્વેદનો અભ્યાસ કર્યો અને પછી મુંબઈ યુનિવર્સિટીની લોની ડીગ્રી મેળવી. રાજકારણમાં તેમની સફર ૧૯૬૭ માં શરૂ થઈ હતી જ્યાં તેમણે લાતુર નગરપાલિકામાં કાર્યભાર સંભાળ્યો હતો.

૧૯૮૦ માં તે પહેલીવાર લાતુર લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા હતાં અને તેના પછી સતત સાત વખત આબેઠક જીતી સંસદ પહોંચ્યા હતાં. આ સિદ્ધિ તેમને મહારાષ્ટ્રના સૌથી અસરદાર નેતાઓમાં સ્થાન આપે છે. ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકારમાં તેમણે ડિફેન્સ, વાણિજ્ય, સાયન્સ એન્ડ ટેકનોલોજી, પરમાણુ ઊર્જા, ઈલેક્ટ્રોનિક્સ તથા અંતરિક્ષ જેવા મહત્ત્વપૂર્ણ વિભાગોમાં રાજ્ય મંત્રી તરીકેની જવાબદારી નિભાવી હતી.

શિવરાજ પાટીલ ૧૯૯૧ થી ૧૯૯૬ સુધી લોકસભા સ્પીકર રહ્યા. ર૦૦૪ ની ચૂંટણી હાર્યા પછી તેમને કેન્દ્રમાં ગૃહમંત્રી બનાવાયા હતાં. પણ ર૦૦૮ ના મુંબઈ આતંકી હુમલા પછી તેમણે નૈતિક જવાબદારી સ્વીકારતા રાજીનામું આપી દીધું હતું. પછી તેમને પંજાબના ગવર્નર અને ચંડીગઢના વહીવટી અધિકારી બનાવાયા હતાં જ્યાં તેમણે ર૦૧૦ થી ર૦૧પ સુધી સેવા આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh