Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એમસીએક્સ ૫ર પ્રારંભે સોનુ પ્રતિ ૧૦ ગ્રામ ૧,૩ર,૭૭૬ ના હાઈ લેવલ પર
નવી દિલ્હી તા. ૧રઃ આજે સોના-ચાંદીનું માર્કેટ ઓલટાઈમ હાઈની સ્થિતિમાં ખૂલ્યું છે અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે, સોના-ચાંદીમાં ઉતાર-ચઢાવ છતાં આજે આશાવાદી માહોલ જોવા મળી રહ્યો છે.
બજાર નિષ્ણાતો માને છે કે આ તેજી માત્ર સટ્ટાબાજી નથી, પરંતુ તેની પાછળ નક્કર મૂળભૂત કારણો છે. વર્ષ ર૦રપ માં સોલાર પેનલ, ઈલેક્ટ્રીક વાહનો અને પજી ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં ચાંદીની વપરાશમાં જબરદસ્ત વધારો થયો છે. પુરવઠો મર્યાદિત છે અને માગ વધારે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ચાંદી ઘણાં વર્ષોના ઉચ્ચત્તમ સ્તર પર ટ્રેડ થઈ રહી છે. જેની સીધી અસર ભારતીય બજાર પર પડી છે. ડોલર સામે રૂપિયામાં થતા ઉતાર-ચઢાવે પણ સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓને મોંઘી કરી છે.
વર્ષ ર૦ર૬ ના પ્રારંભ પહેલા જ ગોલ્ડ માર્કેટમાં તેજી વધી રહી છે. સોનાની સાથે ચાંદી પણ તેની ઐતિહાસિક કિંમતે પહોંચી રહી છે, ત્યારે ૧ર ડિસેમ્બરે ફરી એકવાર સોનાના ભાવમાં ફેરફાર આવ્યો છે.
મલ્ટી કોમોડીટી એક્સચેન્જ પર પ ફેબ્રુઆરી ર૦ર૬ ની એક્સપાયરી વાળી ગોલ્ડ ફ્યુચર વાયદા શુક્રવારે ૧,રર,૪૪ર રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ખુલ્યો. સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે એમસીએક્સ પર સોનું ૧,૩ર,૪૯૦ રૂપિયા ટ્રેડ કરીને બંધ થયો હતો. ૧ર ડિસેમ્બરની સવારે ૧૦ વાગ્યે પ ફેબ્રુઆરીએ એક્સપાયર થનારૂ ગોલ્ડ ૧,૩ર,૩૯૦ રૂપિયા પરર ટ્રેડ કરી રહ્યું હતું, જે ગતં બંધ થયેલી કિંમત કરતા ૭પ રૂપિયાનો ઘટાડો દર્શાવે છે. એમસીએક્સ પર શરૂઆતી કારોબારમાં ગોલ્ડ ૧,૩ર,૭૭૬ રૂપિયાની હાઈ લેવલ પર પહોંચ્યો હતો.
સોનાની કિંમતની જેમ ચાંદી પણ આજે હાઈ લેવલ પર પહોંચી છે. આજે ચાંદીનો ભાવ ર,૦૧,૧૦૦ પ્રતિકિલોગ્રામ પર પહોંચી ગયો છે. સ્થાનિક ઉદ્યોગોમાં વધતી માગ અને આંતરરાષ્ટ્રીય સપ્લાયમાં ઘટાડાને કારણે ચાંદીનો ભાવ સતત વધી રહ્યો છે.
ભારતમાં સોનાના ભાવ ઘણાં પરિબળો પર આધાર રાખે છે, જેમાંથી સૌથી મુખ્ય સોનાનો આંતરરાષ્ટ્રીય ભાવ ડોલર-રૂપિયાનો મિનિમમ દર આયાત જકાત અને કર સ્થાનિક માગ અને પુરવઠો અને લગ્ન અને તહેવારોની મોસમ છે. સોનાના ભાવમાં દરરોજ વધઘટ થાય છે. ખાસ કરીને બજારની અનિશ્ચિતતાના સમયમાં તે લાંબાગાળાના રોકાણનો ગારો વિકલ્પ માનવામાં આવે છે, જો કે ખરીદી કરતા પહેલા નવીનત્તમ દરો તપાસવા મહત્ત્વપૂર્ણ છે.
ઓલટાઈમ હાઈઃ સોના-ચાંદીમાં બલ્લે...બલ્લે...!
જામનગરમાં સોનું રૂ. ૧ લાખ ૩૬ હજાર, ચાંદીનો ભાવ રૂ. ૧ લાખ ૯૯ હજાર...
જામનગર તા. ૧રઃ સોના-ચાંદીમાં તેજીનો દોર ચાલી રહ્યો છે, ત્યારે આજે આ કિંમતી ધાતુઓના ભાવ ઓલ ટાઈમ હાઈના સ્તરે પહોંચ્યા છે. જામનગરના જાણીતા જ્વેલર્સ કે.ડી. જ્વેલર્સવાળા મનમોહનભાઈ સોનીએ નોબત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે શુક્રવારે બપોરે ૧ર વાગ્યે સોનાનો ભાવ દસ ગ્રામના રૂ. ૧ લાખ ૩૬ હજાર જેવો અને ચાંદીના એક કિલોના ભાવ રૂ. ૧ લાખ ૯૯ હજારની ઉચ્ચત્તમ સપાટીએ રહ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial