Advertisement
Author: નોબત સમાચાર

સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં ફાળો આપનાર સરકારી સંસ્થાઓ, શાળાઓ, અન્ય સંસ્થાઓનું સન્માન કરાયું

ધ્વજદિન તથા સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ સમિતિની બેઠકઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ સમિતિની સશસ્ત્ર સેના ધ્વજદિન, ત્રિમાસીક બેઠક, અને સેવારત તથા પુર્વ સૈનિકોની સમસ્યા નિવારણ અંગેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં માસિક આર્થિક સહાય, દીકરી લગ્ન સહાય તથા અંતિમ ક્રિયા સહાય પેટે ભૂતપૂર્વ સૈનિકોના આશ્રિતોને રાજ્ય સૈનિક બોર્ડ તરફથી રૂ.૯લાખથી વધુની સહાય તથા કેંદ્રીય સૈનિક બોર્ડ તરફથી ૮૩લાખ આમ કુલ ૯૨લાખથી વધુની સહાયનું ચુકવણું કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં દીનદયાળ પોર્ટ ઓથોરીટીના અધિકારીશ્રીએ રૂ.૪૦લાખનો ચેક સશસ્ત્ર સેના ધ્વજદિનના ફાળા પેટે કલેક્ટરશ્રીને સુપ્રત કરેલ હતો. ઉપરાંત વ્યક્તિગત દાતાશ્રીઓએ પણ ફાળો આપ્યો હતો. 

નાંણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં ઉદાર હાથે ફાળો આપનાર વ્યક્તિઓ, વિવિધ સંસ્થાઓ, સરકારી સંસ્થાઓ, શાળાઓ વગરેનું કલેકટર અને પ્રમુખ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તથા નિવૃત જવાનોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી માસિક આર્થિક સહાય, દિકરી લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતિમ ક્રિયા સહાય, યુદ્ધ જાગીર ભથ્થુ તથા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સહાયની વિગતો તેમજ પુર્વ સૈનિકો તથા મંડળો તરફથી મળેલ મુદ્દાઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી જામનગરના કમાન્ડર સંદિપ જયસ્વાલ (નિવૃત) એ સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ અંગેની વિગતો આપતા જણાવ્યુ હતુ કે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, જામનગરને નાંણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન જામનગર જિલ્લાના દાતાઓએ ફાળવેલ લક્ષ્યાંક રૂ.૨૦ લાખની સામે કુલ રૂ.૪૬ લાખ ૨૬ હજાર ૫૧૫ એકત્ર કરેલ છે. એમ કુલ ૨૩૧.૩૨% નો ફાળો એકત્ર કરવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ફાળવેલ લક્ષ્યાંક રૂ.૨૦ લાખની સામે કુલ રૂ.૩ લાખ ૧૦હજાર ૨૪૨ એકત્ર કરેલ છે. તથા તા૧ એપ્રિલ થી તા.૩૦નવેમ્બર ૨૦૨૫ સુધીમાં ૧૮ પરિવારોને રૂ. ૪લાખ ૫૧હજાર ૬૫૦ની માસિક આર્થિક સહાય, ૭ પરિવારને રૂ.૧લાખ ૯૨હજાર ૫૦૦ની દિકરી લગ્ન સહાય, ૧૪ પરિવારોને અંતિમ ક્રિયા સહાય પેટે રૂ.૧લાખ ૪૦હજારની તેમજ ૧ સ્વ.પૂર્વ સૈનિકના ધર્મ પત્નીને દોઢ લાખ રૂપિયાની મકાન સહાય એમ કુલ રૂ.૯ લાખ ૩૪હજાર ૧૫૦ની સહાય ચુકવવામાં આવી છે તથા કેંદ્રીય સૈનિક બોર્ડની આર્થીક સહાય પેટે શિષ્યવૃતી, દિકરી લગ્ન સહાય તથા ઉચ્ચ અભ્યાસ સહાય પેટે કુલ રૂ.૮૩લાખ ચુકવવાની ભલામણ કરવામાં આવી છે.   

બેઠકમાં કલેકટરે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ માટે ફાળો આપી લોકોને ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી હતી તથા ફાળો આપનાર લોકોનો આભર વ્યક્ત કર્યો હતો. પુર્વ સૈનિકો, સ્વ. સૈનિકોના ધર્મપત્નીઓ અને તેઓના આશ્રિતોને સરકાર તરફથી લાગુ પડતી તમામ સહાયના લાભો સમયસર લાગુ પડતા લાભાર્થીઓને  મળી રહે તે બાબતની કાર્યવાહી અગ્રતાના ધોરણે હાથ ધરવા સૂચન કરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ.

આ બેઠકમાં સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ ખાતે ઉદાર હાથે ફાળો આપનાર વ્યક્તીઓ,સંસ્થાઓ, સરકારી સંસ્થાઓ, શાળાઓના આચાર્ય, પ્રતિનીધીઓ, ઈન્ડીયન આર્મી, નેવી, અને એરફોર્સના અધિકારીઓ, હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ તથા સભ્યો, સેક્રેટરી એરફોર્સ એસોસીએશન,  વિરવાહીની માજી સૈનિક સંગઠનના પ્રમુખ સહિતનાઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh