Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સગાઈ પ્રસંગમાંથી પરત જતા હતાઃ
જામનગર તા. ૧૬: જોડિયાના બાદનપર ગામના પાટીયા પાસે રવિવારે બપોરે એક બાઈક સાથે મોટર ટકરાઈ પડતા ધ્રોલના લતીપરના વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. સગાઈ પ્રસંગમાંથી પરત આવી રહેલા આ વૃદ્ધને ભાદરા રોડ પર મોતનો ભેટો થયો હતો. તેઓના પુત્રએ મોટરચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જોડિયા શહેરની જલારામ સોસાયટીમાં વસવાટ કરતા અને દરજીકામ કરતા રવિભાઈના ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતા પિતા દિનેશભાઈ નારણભાઈ પરમાર રવિવારે સવારે જોડિયામાં યોજાયેલા એક સગાઈના પ્રસંગમાં હાજરી આપવા માટે લતીપરથી આવ્યા હતા.
પ્રસંગ પૂર્ણ થયા પછી દિનેશભાઈ પરમાર જીજે-૧૦-સીપી ૨૨૫૦ નંબરના મોટરસાયકલમાં જોડિયાના બાદનપર ગામના પાટીયા પાસેથી પસાર થતા હતા ત્યારે જીજે-૧૦-ડીએ ૪૭૨૦ નંબરની મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી.
આ મોટરના ચાલક કુન્નડ ગામના વતની અને હાલમાં ધ્રોલમાં રહેતા કાનજીભાઈ દેવકરણ નંદાસણાએ બેફિકરાઈથી ડ્રાઈવીંગ કરી દિનેશભાઈના મોટરસાયકલ સામે મોટર ચલાવી અકસ્માત સર્જતા દિનેશભાઈ રોડ પર પછડાયા હતા. આ અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા પામેલા દિનેશભાઈનું સારવારમાં ખસેડવામાં આવ્યા પછી મૃત્યુ નિપજ્યું છે. રવિભાઈએ જોડિયા પોલીસ સ્ટેશનમાં મોટરચાલક કાનજીભાઈ નંદાસણા સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial