Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુદ્ધ જેવી પ્રવર્તમાન સ્થિતિના સંદર્ભે
જામનગર તા. ૧૦ઃ પ્રવર્તમાન તંગદિલીની સ્થિતિને પગલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વીડિયો કોન્ફરન્સ દ્વારા હાલાર સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં આરોગ્ય વ્યવસ્થાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ તંગદિલીની પ્રવર્તમાન પરિસ્થિતિમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતમાં આરોગ્ય સેવા અને સુવિધાઓ સંલગ્ન સતર્કતા અને સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરી હતી.
તેમણે ગુજરાતમાં પાકિસ્તાન સાથે દરિયાઈ જમીની અને હવાઈ સીમાથી જોડાયેલ સરહદી જિલ્લાઓમાં વિશેષતઃ કટોકટી સમયે જરૃરી આરોગ્ય સેવા-સુવિધાઓની સમીક્ષા કરી હતી. આ તમામ જિલ્લાઓમાં દવાના જથ્થા, બેડની, આઈ.સી.યુ.ની સુવિધાઓ, બ્લડની જરૃરિયાત સંદર્ભેની આગોતરી વ્યવસ્થાની તમામ વિગતો મેળવીને જરૃરી સૂચનાઓ આપી હતી. તે ઉપરાંત તેમણે કટોકટીની તમામ પરિસ્થિતિને પહોંચી વળવા આરોગ્ય વિભાગની સજ્જતા અને પૂર્વ તૈયારી સંદર્ભે મંત્રીએ વિશેષ માર્ગદર્શન અને સૂચના આપીને આ તમામ કામગીરી સુનિશ્ચિત કરવા માટેના દિશાનિર્દેશ કર્યા હતાં.
ગાંધીનગરમાં યોજાયેલ આ વીડિયો કોન્ફરન્સમાં આરોગ્ય વિભાગના સચિવ ધનંજય દ્વિવેદી, કમિશનર રતનકવરજી, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારીઓ, જિલ્લા આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial