Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત-પાક. વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ
દ્વારકા તા. ૯ઃ ભારતના પશ્ચિમ કિનારે દરિયાઈ માર્ગે ભારતથી નજીક પાકિસ્તાનની ભૌગોલિક સ્થિતિને કારણે આ દરિયાઈ સરહદી ક્ષેત્રમાં પોલીસ, રેવન્યુ, નગરપાલિકા, મેડિકલ સહિતના વિભાગો એલર્ટ મોડમાં આવી ગયા છે.
દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર આસપાસ તેમજ અન્ય સંવેદનશીલ સ્થળો પર વહીવટી તંત્ર દ્વારા બ્લેક આઉટ સહિતની કામગીરી કરી હતી. આમ જનતાને જરૃરી માર્ગદર્શન સાથે સૂચના આપવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના તથા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી આમટેની ટીમે દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલીંગ કર્યું હતું. દ્વારકાના હોટલ એસોસિએશને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સતર્ક કર્યા હતાં અને હોટલ સંચાલકોને લાઈટો તથા લાઈટીંગવાળા સાઈન બોર્ડ બંધ કરવા સૂચના આપી હતી.
દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial