Advertisement
Author: નોબત સમાચાર

હાલારમાં અઢી ઈંચ સુધી વરસાદઃ દ્વારકા કોરૃં

બેડી- ઓખા બંદરે ૩ નંબરનું સિગ્નલઃ વાવણી લાયક વરસાદ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: હાલારમાં સતત મેઘાવી માહોલ જામ્યો છે. અને સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દ્વારકા સિવાયનાં તમામ તાલુકામાં અડધાથી પોણા બે ઈંચ વરસાદ થયો છે તો અમુક ગામડામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સતત થઈ રહેલ વરસાદથી વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ છે તો ઓખા અને બેડી બંદરે ત્રણ નંબરનું સાવચેતી સૂચક સિગ્નલ ચઢાવી દેવાયું છે.

હાલારમાં સતત વરસાદી માહોલ જળવાયો છે. આજે સવારે ૬ વાગ્યે પૂરા થતા ૨૪ કલાકમાં જામનગર જિલ્લામાં જામનગરમાં ૪૩ મીમી, જોડીયામાં ૩૬ મીમી, ધ્રોલમાં ૨૪ મીમી, કાલાવડમાં ૩૩ મીમી, લાલપુરમાં ૪૧ મીમી અને જામજોધપુરમાં ૩૪ મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ ગઈકાલે સારો વરસાદ નોંધાયો છે.

જામનગર જિલ્લાના ગામડાઓમાં ગઈકાલે હળવા ઝાપટાંથી સારો વરસાદ થયો હતો. જેમાં વસઈમાં ૨૫ મીમી, લાખાબાવળમાં ૧૪ મીમી, મોટીબાણુંગારમાં ૧૫ મીમી, ફલ્લામાં ૧૦ મીમી, જામવંથલીમાં ૧૦ મીમી, મોટી ભલસાણમાં ૨૨ મીમી, અલીયાબાડામાં ૧૫ મીમી, દરેડમાં ૨૦ મીમી, હડીયાણામાં ૫૦ મીમી, બાલંભામાં ૫૫ મીમી, પીઠડમાં ૪૦ મીમી, લતીપુરમાં ૪૭ મીમી, જાલીયા દેવાણીમાં ૩૦ મીમી, લૈયારામાં ૧૨ મીમી, નિકાવામાં ૨૮ મીમી, ખરેડીમાં ૧૨ મીમી મોટા વડાળામાં ૨૨ મીમી, ભલસાણ બેરાજામાં ૧૫ મીમી, નવાગામમાં ૩૦ મીમી, મોટાપાંચદેવડામાં ૩૮ મીમી, સમાણામાં ૧૫ મીમી, શેઠ વડાળામાં ૧૨ મીમી, જામવાળીમાં ૧૮ મીમી, વાંસજાળીયામાં ૧૬ મીમી, ધુનડામાં ૨૬ મીમી, ધ્રાફામાં ૨૫ મીમી, ૫રડવામાં ૧૩ મીમી, પીપરટોડામાં ૧૧ મીમી, પડાણામાં ૧૩ મીમી, ભણગોરમાં ૧૪ મીમી, મોડપરમાં ૧૬ મીમી, અને હરીપરમાં ૨૭ મીમી વરસાદ થયો છે.

ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારમાંથી ત્રણ તાલુકા મથકમાં અડધાથી બે ઈંચ વરસાદ થયો છે. ગઈકાલે ખંભાળિયા પંથકમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. જયારે ખંભાળિયા-પોરબંદર માર્ગોના અમુક ગામડામાં અઢી ઈંચ વરસાદના વાવડ છે.

તો ભાણવડ તથા આજુબાજુનાં વિસ્તારમાં પોણોથી એક ઈંચ અને કલ્યાણપુર પંથકમાં અડધાથી પોણો ઈંચ વરસાદ થયો હતો. તો દ્વારકા પંથકમાં વરસાદ થયો નથી. દેવભૂમિ દ્વારકા પંથકમાં પાણીની સગવડતાવાળા પાંચેક ટકા ખેડૂતો એ જ વાવણી કરી હતી. હવે સારો વરસાદ થતા ખેડૂતોએ વાવણી માટે તૈયારી કરી છે.

બીજી તરફ હજુ વરસાદી વાતાવરણ જળવાયુ છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

આથી બેડી અને ઓખા બંદરે ત્રણ નંબરનું સિગ્નલ ચઢાવી દેવામાં આવ્યુ છે. અને માછીમારોને દરિયામાં નહી જવા સૂચનાં આપવામાં આવી છે. આમ મોડો પણ વાવણી લાયક વરસાદ થતા હાલારનાં ખેડૂતો હરખાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh