Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના મોટી ગોપમાં સ્ટ્રીટલાઈટના અજવાળે તીનપત્તી રમતા સાત પકડાયા

રૂ।.૧ર,૭૨૦નો મુદ્દામાલ કબજે કરાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામજોધપુરના મોટી ગોપ ગામમાં ગઈરાત્રે ગૌશાળા પાસે સ્ટ્રીટલાઈટના અજવાળે ગંજીપાનાથી જુગાર રમતા સાત શખ્સને પોલીસે રૂ।.૧૨૭ર૦ સાથે પકડી પાડ્યા છે. જ્યારે લાલપુરમાંથી વર્લીના આંકડા લેતો શખ્સ મળી આવ્યો છે.

જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં ગઈરાત્રે જુગાર રમાતો હોવાની બાતમી પરથી જામજોધપુર પોલીસે ગૌશાળા પાસે દરોડો પાડ્યો હતો.

આ સ્થળેથી સ્ટ્રીટલાઈટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમતા કેશુરભાઈ કરશનભાઈ વાઢીયા, નગાભાઈ નારણભાઈ કણેત, મુકેશભાઈ પુંજાભાઈ વાઢીયા, મુકેશભાઈ ભનુભાઈ નનેરા, મસાભાઈ દુદાભાઈ રાતડીયા, રજનીભાઈ લખમણભાઈ વાઢીયા, મુળૂભાઈ ખીમાભાઈ કારેણા નામના સાત વ્યક્તિ મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૧૨૭૨૦ કબજે કરવામાં આવ્યા છે.

લાલપુર શહેરમાં ચાર થાંભલા પાસેથી ગઈકાલે સાંજે હસમુખભાઈ મગનભાઈ સાદરીયા નામનો શખ્સ વર્લીના આંકડા લખતો મળી આવ્યો છે. તેની પાસેથી રોકડ તથા આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh