Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ૩૩માંથી ૩૦ પ્રશ્નોનો સ્થળ પર નિકાલ

અરજદારોના પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવવા અધિકારીઓને સૂચનાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જિલ્લા કલેકટર પી.બી. પંડયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અરજદારોના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળી ત્વરિત અને સમય મર્યાદામાં નિકાલ લાવવા અધિકારીઓને સૂચના અપાઈ હતી અને બેઠકમાં રજુ થયેલા કુલ ૩૩ પ્રશ્નોમાંથી ૩૦ પ્રશ્નોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ લાવવામાં આવ્યો હતો.

જામનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ બેઠકમાં કલેક્ટરે અરજદારોના પ્રશ્નો અને રજૂઆતોને અત્યંત ગંભીરતાથી સાંભળ્યા હતા અને નિયમોનુસાર ત્વરિત કાર્યવાહી હાથ ધરીને તમામ પ્રશ્નોનો નિર્ધારિત સમયમર્યાદામાં ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં નાગરિકો તરફથી રજૂ કરવામાં આવેલા કુલ ૩૩ પ્રશ્નોમાંથી ૩૦ જેટલા પ્રશ્નોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ લાવવામાં આવ્યો હતો.

આ બેઠકમાં જમીન સંપાદન અન્વયે વળતરની રકમ મેળવવા, ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવવા, પીવાના પાણીની સમસ્યા દૂર કરવા, સેવા સહકારી મંડળી દ્વારા 'નો ડ્યુ' સર્ટિફિકેટ ન આપવા બાબત, ઉદ્યોગોમાંથી આવતી દુર્ગંધના નિકાલ, રોડ એવોર્ડની રકમ મેળવવા તેમજ કેનાલના કારણે ભરાતા વરસાદી પાણીના નિકાલ કે નવી પાઇપલાઇન નાખવા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત, વિવિધ રસ્તાઓનું સમારકામ, એટ્રોસિટી એકટ હેઠળ સહાયની રકમ, હોમગાર્ડ અંગેના પ્રશ્નો, લિવિંગ સર્ટિફિકેટમાં પિતાના નામમાં સુધારો કરવા, જન્મ-મરણના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીઓ, જામનગરથી કાલાવડ વચ્ચે મેટ્રિલિંક બસ અને હાઇવે સ્ટોપ સાથે રેગ્યુલર બસ સુવિધા શરૂ કરવા, ફોરેસ્ટ વિભાગના ગેરકાયદે વૃક્ષો કાપવા અને વહન, વીજળીના પ્રશ્નો, ઓરિયો ધોરિયા અંગેનો હુકમ રદ કરવા, પ્રોપર્ટી કાર્ડ મેળવવા, ગેરકાયદેસર ગૌશાળા દૂર કરવા તથા ખનિજ ચોરી અટકાવવા સહિતના પ્રશ્નોની વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા.

આ બેઠકમાં પ્રાંત અધિકારી વિમલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.એમ. કાથડ, સર્વે પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh