Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોશિયલ મીડિયાના માધ્યમથી ઠાલવ્યો રોષ
નવી દિલ્હી તા. રપઃ ઈન્ટરનેટ, મેટ્રો, રસ્તા... બધું બંધ કરાવ્યું પણ પેપરલીક બંધ ન કરાવી શક્યા તેમ જણાવી પીએમ મોદી પર રાહુલ ગાંધીએ પ્રહારો કર્યા છે.
દિલ્હીના જંતર-મંતર પર નીટ પ્રવેશ પરીક્ષામાં થયેલી કથિત ગડબડીઓ અને પેપર લીકના વિરોધમાં વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. પ્રદર્શનને કાબૂમાં લેવા માટે સરકારે પાટનગરમાં કેટલાક કડક નિયંત્રણો લાદ્યા છે, જેમાં દિલ્હીના ૧૮ મેટ્રો સ્ટેશનો બંધ કરી દેવામાં આવ્યા છે. આ મુદ્દે લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે.
રાહુલ ગાંધીએ સરકારની નીતિઓની સખત શબદોમાં ટીકા કરતા સોશિયલ મીડિયા પર સરકારના આ નિર્ણય સામે ભારે આક્રોશ ઠાલવ્યો છે. દિલ્હીમાં લાદવામાં આવેલા પ્રતિકૂળ નિયંત્રણો પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી સામે સવાલોનો મારો ચલાવ્યો હતો.
આ પહેલા શુક્રવારે પણ રાહુલ ગાંધીએ પેપરલીક સામે પ્રદર્શન કરી રહેલા યુવાનોના સમર્થનમાં કેન્દ્ર સરકારને આડેહાથ લીધી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે શાંતિપૂર્ણ રીતે ત્રિરંગો લઈને પ્રદર્શન કરી રહેલા યુવાનો પર સુરક્ષા દળો દ્વારા પેલેટ ગન છોડવામાં આવી હતી. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે પ્રદર્શન કરી રહેલા હજારો યુવાનો પર લાકડીઓથી હુમલો કરાયો અને પેલેટ ગન ચલાવવામાં આવી. પેલેટ ગનના હુમલામાં એક યુવાન વિદ્યાર્થીની આંખમાં ગંભીર ઈજા પહોંચી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial