Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પુત્રએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૨૫: જામનગર નજીકના હડમતીયા ગામમાં વસવાટ કરતા એક વૃદ્ધને સોમવારે રાત્રે શ્વાસ લેવામાં તકલીફ શરૂ થયા પછી એમ્બ્યુલન્સમાં જામનગર ખસેડાયા હતા. જી.જી. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે આ વૃદ્ધને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
જામનગર તાલુકાના હડમતીયા ગામના અશોકભાઈ રવજીભાઈ ગોંડલીયા નામના સિતેર વર્ષના વૃદ્ધ ગયા સોમવારની રાત્રે પોતાના ઘરે હતા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ શરૂ થતા તેમના પરિવારજનોએ ૧૦૮ને કોલ કર્યાે હતો.
દોડી આવેલી એમ્બ્યુલન્સમાં અશોકભાઈને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ વૃદ્ધને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કરતા વિશાલભાઈ અશોકભાઈ ગોંડલીયાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial