Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તાલુકાના જગા ગામમાં ૪૬ ઘેટાં-બકરાના મોત

ફૂડ પોઈઝનિંગના કારણે

                                                                                                                                                                                                      

જામનગર તા. રપઃ જામનગર તાલુકાના જગા ગામમાં ફૂડ પોઈઝનિંગના કારણે બે માલધારીના ૪૬ ઘેટાં-બકરાના મૃત્યુ નિપજ્યા છે, જ્યારેે સાત હજુ બીમાર છે, જેની સારવાર ચાલી રહી છે.

જગા ગામના નારણભાઈ લીંબાભાઈ ઠુંગાના ર૧ ઘેટાં અને ૪ બકરા મળી કુલ રપ અને મચ્છાભાઈ નારણભાઈ ઠુંગાના ૧૮ ઘેટાં અને ૩ બકરા મળી ર૧ તેમજ બન્નેના કુલ ૪૬ ઘેટાં-બકરાંના મૃત્યુ થયા હતાં, જ્યારે હજુ સાત ઘેટાં-બકરાં બીમાર છે.

બનાવની જાણ થતાં જ પશુપાલન વિભાગની ટીમ દોડી ગઈ હતી અને તપાસ તથા સારવાર શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનના કારણે મૃત્યુ થયાનું ખૂલવા પામ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh