Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોમવાર તા.૧૦ માર્ચે
જામનગર તા. ૮: જામનગર મહાનગરપાલિકા ની વોટર. વર્કસ શાખા દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવનાર હોવા થી શહેરના ચાર ઈ.એસ.આર.માંથી કરવામાં આવનાર પાણી વિતરણ આગામી તા.૧૦ના બંધ રહેશે. જેમને બીજા દિવસે પાણી વિતરણ કરવામાં આવશે.
જામનગર મહાનગર પાલિકાની વોટર વર્કસ શાખાની યાદી જણાવે છે કે. તા. ૧૦-૦૩-૨૫ના ધુંવાવ ગામ પાસે નવા બનતા બ્રિજની નીચેથી પસાર થતી ૧૧૦૦ એમ.એમ.ડાયની પાઈપ લાઈન શિફ્ટીંગ કરવામા આવેલ અને તેનું જોડાણ કામ અને તેને આનુસાંગીક કામગીરી કરવા માટે સોમવાર તા. ૧૦-૦૩-૨૧ ના જામનગર શહેરના પાણી વિતરણ કરતા બેડી, સોલેરીયમ, નવાગામ ઘેડ અને સમર્પણ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે.
સમર્પણ ઝોન-એ હેઠળ આવતા વિસ્તારો શીવમ સોસાયટી, ઓશવાળ-૨,૩,૪, પટેલનગરી, સુંદરમ સોસાયટી, મહાવીર પાર્કઃ -૧ થી ૩, શિવમ પાર્ક-૧ થી ૩, સિદ્ધિ પાર્ક- ૧થી ૩ કેવલીયાવાડી, મેહુલનગર, ગોકુલધામ, પંડિત દીનદયાલ આવાસ, દવા ભજાર, અંધાઆશ્રમ, હનુમાન ચોક, હિરાપાર્ક,ચેમ્બર કોલોની, ધનંજય સોસાયટી, પ્રગતિ પાર્ક, અજંતા સોસાયટી, મજુર પાર્ક, લક્ષ્મીપાર્ક, વાસાવીરા, રેવન્યુ કોલોની, અપૂર્વ રેસીડેન્સી, સમર્પણ વિલા, મયુરવિલા, ધરારનગર-૧, સોલેરીયમ ઝોન-બી હેઠળ આવતા ગાંધીનગર મેઈન રોડ, મોમાઈનગર-૧ થી ૫, ગોકુલધામ, નહેરૂનગર, મચ્છરનગર, પુનતિનગર, માજોઠીનગર, શાંતિનગર, શાસ્ત્રીનગર, લાબહાદુર સોસા., પટેલ કોલોની ૧ થી ૧૨ અને રોડ નં:૧ અને ૨, મંગલ બાગ ૧ થી ૪, આહીર બોર્ડીંગ પુનાતર હોસ્પીટલ વાળો વિસ્તાર , નવાગામ ઘેડ ઝોન-એ હેઠળ આવતાં. ખડખડનગર, જાસોલીયા, ગાયત્રી ચોક, સિદ્ધેશ્વર સોસા., વિવેકાનંદ સોસા., દલીતવાસ, માડમ ફળી, ઈન્દિરા સોસા., મધુવન સોસા., કબીરનગર, આનંદ સોસા., મિલન સોસા., લક્ષ્મી એપાર્ટમેન્ટ, વિનાયક પાર્ક, જસવંત સોસા., માતૃ આશિષ ૪ અને ૫, નાઘેરવાસ, સરસ્વતી સોસાયટી, માસ્તર સોસા., વિમલપાર્ક, કેશુભાઈની વાડી, વિગેરે વિસ્તારો. બેડી ઝોન-બી હેઠળ આવતા જોડીયા ભુંગા, માઘાપર ભુંગા, ગરીબનગર , પાણાખાણ નવી લાઈન, દિવેલીયા ચાલી, જૂનું પાણાખાણ, નવું પાણાખાણ, સલીમ બાપુ ના મદ્રેસા, વિગેરે તમામ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. ઉપરોકત વિગતે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે, તથા બીજા દિવસે રૂટીન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે, તેમ કાર્યપાલક ઈજનેર વોટર વર્કસ શાખા જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial