Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરના સાધુ-સંતો સાથે સનાતની શ્રદ્ધાળુઓ પણ જોડાયા હતાઃ
જામનગર તા. ૬ઃ સનાતન સંસ્કૃતિ અને સાધુ-સંતોનાં અપમાન સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. જામનગરમાં ગઈકાલે સનાતન સંત સમાજનાં નેજા હેઠળ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખવામાં આવેલ આવેદન પત્ર જિલ્લા કલેકટરને પાઠવાયું હતું તેમાં સાધુ-સંતો પણ જોડાયા હતાં.
ગત તા. ૩૧ જુલાઈના સંસદ પરિસરમાં સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસના અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે સાંસદ રાહુલ ગાંધી, અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, તથા તેમના સમર્થકો દ્વારા આયોજીત ષડયંત્રના ભાગરૃપે કૃત્ય કરવામાં આવ્યુ છે. સનાતન સંત સમાજ અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. અને દેશભરમાં વિરોધ પ્રદર્શનો આવેદનપત્રો પાઠવી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
જેમાં આક્ષેપ મુકવામાં આવ્યો છે કે, રાજકીય રોટલા શેકવા માટે સંતોનો વેશ ધારણ કરે. ભગવા વસ્ત્રો અને પવિત્ર સાધુ-સંત સમાજની છબિને ધૂળધાણી કરવાનો હિન પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રદર્શન દરમ્યાન હાથમાં લીધેલા પૂજનીય ભગવાનનાં ચિહ્નો/ તસ્વીરો પોતાનાં પગ પાસે રાખીને ઈશ્વરનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે. જે દૃશ્યો પ્રસારીત થતા કરોડો સનાતનીઓની ધાર્મિક લાગણી દુભાઈ છે.
આ કૃત્ય કરોડો શ્રદ્ધાળુઓનાં મનમાં સંતો-મહંતો, આશ્રમ વ્યવસ્થા અને અર્ચક સમાજ પ્રત્યે અશ્રદ્ધા ઉભી કરવાનું કાવત્રુ રચવામાં આવ્યું છે. અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ મંદિર સંબંધિત વિષય પર સર્વોચ્ચ અદાલતની દેખરેખ હેઠળ ચાલતી ઉચ્ચસ્તરીય તપાસને ભટકાવવુ અને પ્રભાવિત કરવા સંસદ પરિસરમાં આ નાટક રચાયું છે.
પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન અયોધ્યાનાં પરંપરાગત શ્રાવણ ઝુલા મહોત્સવમાં આવતા શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને આઘાત પહોચાડી સંતોને માનસિક ત્રાસ આપવા સામે આશ્રમોની-દાન-સમર્પણ વ્યવસ્થાને આર્થિક નુકસાન પહોંચાડયાનો પ્રયાસ છે.
આ મુદ્ે સનાતન સંત સમાજ જામનગર દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવાયું હતું અને માંગણી કરવામાં આવી હતી કે, સનાતન ધર્મ, ભગવા વસ્ત્રો અને ભગવાનનું અપમાન કરીને આયોજન બદલ ગુનો કરવા બદલ એ તમામ સામે ગુન્હો નોંધવામાં આવે અને કઠોર કાર્યવાહી કરવામાં આવે.
રાષ્ટ્રપતિ પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરી અને સનાતન સંસ્કૃતિનું અપમાન કરનારા ચારેય સાંસદોને સભ્ય પદ તાત્કાલીક અસરથી રદ્ કરે. પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન સંત સમાજ અને આશ્રમ વ્યવસ્થાને થયેલ નુકસાની ભરપાઈ દોષીતો પાસેથી કરાવવામાં આવે. તેવી માંગણી કરવામાં આવી છે.
જો તંત્ર દ્વારા સખત કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે તો સનાતન સંત સમાજ અને સમગ્ર દેશનો હિન્દુ સમાજ ઉગ્ર આંદોલન કરશે.
આ આવેદન પત્ર પાઠવતા સમયે નવતન પુરીધામ ખીજડા મંદિરના મહંત શ્રી કૃષ્ણમણીજી મહારાજ, સ્વામિ નારાયણ મંદિરના સ્વામી ચર્તુભુજદાસજી મહારાજ, સંત શ્રી હરીબાપુ (રાધે ક્રિષ્નાવાળા), સનાતનીઓ જોડાયા હતાં. આ રજૂઆતને આણદાબાવા સંસ્થાના મહંતશ્રી દેવપ્રસાદજી મહારાજે સમર્થન આપ્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial