Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પશ્ચિમ બંગાળનો શખ્સ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતોઃ
જામનગર તા. ૬ઃ સલાયા પાસે વચલાબારા ગામમાં ગઈકાલે પોલીસે એક બોગસ તબીબને પકડી પાડ્યો છે.
સલાયા નજીકના વચલાબારા ગામમાં એક શખ્સ ડોકટર ન હોવા છતાં તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી પરથી સલાયા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે ગઈકાલે સાંજે વચલાબારામાં અજયસિંહ પ્રતાપસિંહ નામના આસામી ના મકાનમાં રેઈડ કરી હતી.
આ મકાનમાં ભાડેથી ઓરડો મેળવનાર મૂળ પ. બંગાળના વતની રામચંંદ્ર દશરથ બિશ્વાસ (ઉ.વ.૫૩) નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સ દર્દીઓની સારવાર કરતો હતો તેની પાસે પોલીસે સર્ટિફિકેટ જોવા માંગતા આ શખ્સ ડોક્ટર ન હોવાનું ખૂલ્યું છે. તેના કહેવાતા દવાખાનામાંથી દવા, સ્ટેથોસ્કોપ સહિતનો તબીબી સામાન કબજે કરાયો છે અને આ શખ્સ સામે બીએનએસની કલમ ૧૨૫ તથા મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial