Advertisement
Author: નોબત સમાચાર

માફિયા અતીક અહેમદના પુત્ર અબાનનું માર્ગ અકસ્માતમાં મૃત્યુઃ કાર ડિવાઈડર સાથે અથડાઈ

પોલીસે કાર તોડીને પાંચેયને બહાર કાઢ્યાઃ

                                                                                                                                                                                                      

લખનૌ તા. ૬ઃ માફિયા અતીફ અહેમદનો દીકરો અબાન ઝાંસી જેલમાં બંધ મોટાભાઈને મળવા જઈ રહ્યો હતો, ત્યારે તેની કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાતા તેનું મૃત્યુ થયું છે.

માફિયા અતીક અહેમદના પુત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. અબાન અહેમદ (ઉ.વ. ર૧) ઝાંસી જેલમાં બંધ મોટાભાઈ અલી અહેમદને મળવા જઈ રહ્યો હતો. કારમાં પ લોકો સવાર હતાં. હાઈ-વે પર અચાનક પ્રાણી આવી ગયું, તેને બચાવવાના પ્રયાસમાં કાર અનિયંત્રિત થઈને ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી તે પછી પોલીસે કારમાં સવાર પાંચેય લોકોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા હતાં. ત્યાં ડોક્ટરોએ અબાન અને તેના મિત્ર સોનુને મૃત જાહેર કર્યા હતાં.

ઘાયલોની ઓળખ ઉમર અહેમદ, મોહમ્મદ ઝૈદ અને અસલમ તરીકે થઈ છે. અકસ્માત ગુરુવારે સવારે ૧૦-૩૦ વાગ્યે ઝાંસી-કાનપુર હાઈ-વે પર પૂંછ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો છે.

પોલીસના જણાવ્ય અનુસાર અબાન સવારે કારમાં મિત્રો સાથે પ્રયાગરાજથી ઝાંસી જવા નીકળ્યો હતો. અબાન અહેમદ આગળની સીટ પર બેઠો હતો. સોનુ ગાડી ચલાવી રહ્યો હતો. અકસ્માતમાં બન્નેના માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.

અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માત પછી પાંચેય કારમાં ફસાઈ ગયા હતાં. રસ્તા પરથી પસાર થતા લોકોની સૂચના પર પહોંચેલી પોલીસે દરવાજો તોડીને તમામને બહાર કાઢ્યા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh