Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાજખોરી કરનાર બે સામે પોલીસમાં ફરિયાદઃ
જામનગર તા. ૬ઃ જામનગરની ગ્રેઈન માર્કેટમાં વ્યવસાય કરતા એક વેપારી તથા તેના ભાઈએ બે શખ્સ પાસેથી વ્યાજે નાણા મેળવી વ્યાજ ચૂકવ્યું હોવા છતાં ધમકી અપાતી હોવાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. એક શખ્સે સિક્યુરિટીમાં રાખેલા દાગીનામાંથી અમૂક દાગીના પણ વેચી નાખતા અને તે અંંગે પૂછતા ધમકાવી વિશ્વાસઘાત કર્યાની પોલીસમાં રાવ કરાઈ છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં વસવાટ કરતા મુકેશભાઈ પરસોત્તમભાઈ જ્ઞાનચંદાણી નામના વેપારીએ વર્ષ ૨૦૨૨ તથા ૨૦૨૩માં રણજીતસાગર રોડ પર મયુર ગ્રીન વીલામાં રહેતા ભરતભાઈ નંદા પાસે પોતાના સોનાના દાગીના ગીરવે મૂકી બે ટકાથી પાંચ ટકા સુધીનું વ્યાજ ઠેરવી રૃા.૩ર લાખ હાથઉછીના લીધા હતા.
તે દરમિયાન રૃા.ર લાખ ર૦ હજાર કટકે કટકે વ્યાજ પેટે ચૂકવી આપ્યા હતા. ત્યારે મુકેશભાઈને જાણ થઈ હતી કે તેઓએ આપેલા દાગીનામાંથી સોનાના ચાર બિસ્કિટ, સોનાના બે ચેઈન, લક્કી મળી ૬૨૦ ગ્રામ જેટલુ સોનુ ભરતભાઈએ વેચી નાખ્યું છે. તેથી મુકેશભાઈએ તે બાબતે પૂછતા ભરતભાઈએ ગાળો ભાંડી હતી.
તે ઉપરાંત લાલપુરના પડાણા ગામના રવિરાજસિંહ ગોહિલ પાસેથી મુકેશભાઈના ભાઈ ઘનશ્યામભાઈએ રૃા.૪ લાખ પાંચ ટકાના વ્યાજે લીધા હતા. જેનું વ્યાજ રોકડ અથવા ઓનલાઈન ચૂકવ્યા પછી તમાકુ, પાન-મસાલાનો માલ સામાન રવિરાજસિંહ લઈ ગયા હતા. કટકે કટકે રૃા.૪ લાખ જેટલું વ્યાજ મેળવી લીધા પછી પણ વધુ પૈસા પડાવવા આ શખ્સે રૃા.૩ લાખનું ફર્નિચર રૃા.૪૦ હજારમાં ગણી લઈ પોતાની મૂડીમાં જમા લઈ મુદ્દલની ઉઘરાણી કરી ગાળો ભાંડી ધમકી આપતા મુકેશભાઈએ બંને સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંેંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial