Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્યશ્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં
ખંભાળીયા તા. ૬ઃ જન આરોગ્ય નેતૃત્વ કોમ્યુનિટી એંગેજમેન્ટ ફોર હેલ્થી તાલુકા એકસેન્સ એટલે કે જન ચેતના અંતર્ગત ભાણવડ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા જન ચેતના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય મૂળુભાઈ બેરા, જિલ્લા પંચાયત સામાજિક ન્યનય સમિતિના ચેરમેન જયેશભાઈ જેઠવા, ભાણવડ તાલુકા પંચાયત પ્રમુખ પ્રિતેશભાઈ ડાંગર, ભાણવડ નગરપાલિકા પ્રમુખ પ્રિયેશભાઈ ઉનડકટ, નિરામય એન.જી.ઓ.ના ડો. હાર્દિક, અગ્રણી દેવશીભાઈ કરમૂર સહિત તાલુકા પંચાયત સભ્યો અને આરોગ્ય વિભાગના તબીબો અને સુપરવાઈઝર્સ જોડાયા હતા.
આ વર્કશોપમાં આરોગ્ય વિભાગ દ્વારા એનિમિયા, જન્મ સમયે ઓછા વજનવાળા બાળકો, તમાકુનુ વ્યસન, આયુષ્માન કાર્ડ યોજના, વિવિધ બિન સંચારી રોગો બ્લડપ્રેશર, ડાયાબિટીસ વિશે તેમજ ચોમાસા દરમ્યાન રોગચાળા નિવારણ અન્વયે તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રકાશ ચાંડેગ્રાના સંચાલનમાં સર્વે અધિકારી તેમજ પદાધિકારીઓ સમક્ષ ચર્ચા અને ચિંતન કરવામાં આવ્યું હતું.
ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છ પાણી, સ્વચ્છતા, પીવાના પાણીનું ક્લોરિનેશન, આરોગ્યના ઈન્ફ્રાસ્ટ્રકચરની સુવિધાઓમાં યોગદાન, નિયમિત આરોગ્ય તપાસ, નિયમિત રક્તદાન કેમ્પ, કુપોષિત બાળકો માટે વિશેષ કામગીરી વગેરે વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્ય જ પહેલું સુખ છે તેથી દરેક સશક્ત બને નિરોગી રહે તે સંદેશ સાથે વર્કશોપની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial