Advertisement
Author: નોબત સમાચાર

યુવતીની ઓનલાઈન પજવણી કરનાર શખ્સને દબોચી લેતી સાયબર ક્રાઈમ

ભાઈને ઈજાની આપતો હતો ધમકીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬ઃ જામનગરના એક ૫રિવારની અઢાર વર્ષની પુત્રીને કોઈ શખ્સ ઈન્સ્ટાગ્રામ મારફત એઆઈ ટુલથી ફેરફાર કરીને તેણીના ભાઈનો ફોટો મોકલાવી ઈજા પહોંચાડવાની ધમકી આપવા ઉપરાંત સતત ઓનલાઈન પીછો કરતો હોવાની આ યુવતીએ પરિવારને જાણ કરી હતી.

ત્યારપછી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરવામાં આવતા પીઆઈ આઈ.એ. ધાસુરાએ સ્ટાફને તપાસ માટે સૂચના આપી હતી. જેના પગલે ટેકનિકલ એનાલિસીસ કરાયા પછી આરોપીની ઓળખ મળવા પામી હતી.

આ ગુન્હામાં જામનગરના સેટેલાઈટ પાર્કમાં રહેતા વૃષિત વ્રજલાલ વાળાની અટકાયત કરવામાં આવી છે. આ શખ્સ સામે બીએનએસની કલમો તેમજ આઈટી એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. સાયબર ક્રાઈમ પોલીસે આ રીતે ખાસ કરીને યુવતીઓની ઓનલાઈન પજવણી કરતા તત્ત્વો અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું છે અને યુવતીઓને પોતાની ઓળખ ઓનલાઈન ન મૂકવા પણ અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh