Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પટમાંથી રૃા.૩૭ હજારનો મુદ્દામાલ કબજે કરાયોઃ
જામનગર તા. ૬ઃ કલ્યાણપુરના ખાખરડા, મેવાસા, ગઢકા, રાવલ તથા હરીપર ગામમાં પોલીસના પાંચ દરોડામાં ૧૮ શખ્સ ગંજીપાના કૂટતા ઝડપાયા છે. એક શખ્સ નાસી ગયો છે.
કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામમાં ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા યુવરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, પુષ્પરાજ સિંહ મહેન્દ્રસિંહ જાડેજા, પરાક્રમસિંહ બચુભા જાડેજા નામના ત્રણ શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. સહદેવસિંહ અનોપસિંહ જાડેજા નામનો શખ્સ પોલીસને જોઈને નાસી ગયો છે. પટમાંથી રૃા. ૧૦૧૩૦ કબજે કરાયા છે.
મેવાસા ગામમાં પોલીસે પાડેલા દરોડામાં કાળુભાઈ કરશનભાઈ ગાધેર, પ્રતાપ પાલાભાઈ સોલંકી, ધવલ માલદેભાઈ ગાધેર નામના ત્રણ શખ્સ ઝડપાઈ ગયા છે. રૃા.૩૬૨૦ ઝબ્બે લેવાયા છે.
ગઢકા ગામમાં તીનપત્તી રમતા ભાણા શામજીભાઈ ડાભી, મોહનભાઈ ભીમાભાઈ ડાભી, શામજીભાઈ જીવાભાઈ ડાભી, જેસાભાઈ પમાભાઈ ડાભી, કાનજીભાઈ પરબત ભાઈ ડાભી, મનસુખભાઈ જીવાભાઈ ડાભી નામના છ શખ્સ રૃા.૨૨,૧૧૦ સાથે પકડાયા છે.
રાવલ ગામમાં ગંજીપાના કૂટતા ભરત સુકાભાઈ વાઘેલા, દેવશી વિરમભાઈ સોલંકી, માલદે અરભમ ગામી નામના ત્રણ શખ્સ પકડાઈ ગયા છે. રૃા.૬૨૦ કબજે કરાયા છે.
હરીપર ગામમાં તીનપત્તી રમતા શૈલેષ નાજાભાઈ વેસરા, રવિન્દ્રસિંહ સહદેવ સિંહ જાડેજા, દીપક જેતાભાઈ પરમાર નામના ત્રણ શખ્સ ઝડપાયા છે. પટમાંથી રૃા.૬૦૦ કબજે કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial