Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના બે કેસમાં આરોપીને સજા

રૃા.૪ લાખ તથા રૃા.૩ લાખનો દંડ ફટકારાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૬ ઃ જામનગરના જીઆઈડીસી દરેડ ફેસ-રમાં પેઢી ચલાવતા આસામી સામે બે વ્યક્તિએ અનુક્રમે રૃા.૪ લાખ તથા રૃા.૩ લાખના ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. અદાલતે બંને કેસમાં આરોપીને એક-એક વર્ષની સજા ફટકારી છે.

જામનગરના જીતેન્દ્ર હરીશભાઈ મંગી પાસેથી ફેસ-ર દરેડમાં ઋષભ મેટલ નામની પેઢી ચલાવતા કૃષ્ણકાંત અજુડીયાએ રૃા.૪ લાખ ઉછીના મેળવી ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની જીતેન્દ્ર મંગીએ ફરિયાદ નોંેંધાવી હતી. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીને એક વર્ષની કેદ તથા રૃા.૪ લાખનો દંડ ફટકાર્યાે છે.

જામનગરના જીતેન્દ્ર નવીનચંદ્ર લખીયર પાસેથી ઋષભ મેટલવાળા કૃષ્ણકાંત અજુડીયાએ રૃા.૩ લાખ ઉછીના મેળવી આપેલો ચેક પરત ફર્યાની ફરિયાદ કોર્ટમાં કરાઈ હતી. તે કેસમાં પણ અદાલતે આરોપીને એક વર્ષની કેદ અને રૃા.૩ લાખનો દંડ ફટકાર્યાે છે. બંને ફરિયાદી તરફથી વકીલ અશોક ગાંધી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh