Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા શહેરમાં ગંદકી-ઉકરડાનું સામ્રાજ્યઃ રખડતા ઢોરનો ત્રાસ

ભાજ૫ના ન.પા.ના હોદ્દેદારો અને ચૂંટાયેલા નગરસેવકો પ્રત્યે લોકોમાં આક્રોશઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૬ઃ ખંભાળીયા શહેરની જનતા ૩૬ માંથી ૩૦ બેઠકો ભાજપને આપીને નવી ચૂંટાયેલી બોડીની બેદરકારીભરી કામગીરીથી ત્રાસી ગઈ છે તથા મચ્છરો અને ગંદકીથી રોગચાળાની સ્થિતિ ફેલાઈ છે. જિલ્લા તંત્ર, આરોગ્ય તંત્ર કુંભકર્ણના રોલમાં છે...!!

ખંભાળીયામાં શાકમાર્કેટ જવાનો રસ્તો હજામ પાડા વિસ્તારમાંથી જાય છે, તે રસ્તો અડધો કચરા અને થેલીઓથી ભરાઈ ગયો છે તે રસ્તો જ અડધો દેખાય છે.

અસહ્ય ગંદકી અને રખડતા ઢોર અને સડેલા શાકભાજીના ઢગલાથી દરેક સુપર માર્કેટના દુકાનદાર કોઈને કોઈ બીમારીમાં પડેલા છે, તો ગંદકીને કારણે મુખ્ય બજારની શાકમાર્કેટના ભાવ ડાઉન થઈ ગયા છે, તો આવી જ ગંભીર સ્થિતિ સોમૈયા નાસ્તા ભુવનની બાજુમાં આવેલ મૂતરડીવાળી ગલીની છે, તે ત્યાં સુધી કે અહીં દિવસોથી કોઈ કચરા કાઢવા ઉપાડવા કે મૂતરડી સાઠ કરવા આતવું જ ના હોય, અને ગંદકીમાં રખડતા પશુઓને કારણે એવી ગંધાતી સ્થિતિ છે કે, નજીકની મેઈન બજારમાંથી નીકળતા લોકો ત્રાસી જાય છે, તો આસપાસની દુકાનવાળાને ત્યાં ફરજિયાત ગ્રાહકોને આવવાનું થાય તો નાકે રૃમાલ રાખવો પડે તેવી સ્થિતિ છે. આનાથી ખરાબ સ્થિતિ શાકમાર્કેટના દરવાજાની છે, જ્યાં રોજ ગંદકી કચરામાંથી લોકો શાક લેવા તંત્રને ગાળો દેતા જાય છે...!!

વોર્ડ નં. ૪ માં       સફાઈકર્મી જ ગૂમ...!!!

ખંભાળીયા શહેરમાં વોર્ડ નં. ૪ માં જાણે સફાઈકર્મી સુપરવાઈઝર મુકાદમ જ ના હોય, તેમ આઠ-દસ દિવસથી કચરો ઉપાડવા, ગટરો સાફ કરવામાં ન આવતા ગંદકી જાતે સાફ કરે તેવું થતાં ઉગ્ર રોષની સાથે આ વોર્ડના સદસ્યો ક્યાં ગૂમ થઈ ગયા તેનો પણ રોષ ફેલાયો છે.

નવાઈની વાત છે કે, સતત ગંદકી, ઉકરડા અને કચરાના ઢગલાની સ્થિતિ અંગે ફરિયાદો થાય, ન્યુઝ ચેનલો કે વર્તમાનપત્રોમાં ફોટા આવે, તો બીજા દિવસે કામ થાય પછી જૈસે થે...!! જવાબદાર મૂકાદ્દમો, સુપરવાઈઝરો, સેનીટેશન સ્ટાફ ક્યાં કામે જાય છે ? તે ગંભીર પ્રશ્ન ઉઠ્યો છે તથા તેમની કામગીરીના લાઈવ ફોટા લોકેશન સાથે મૂકવા પણ યુવા પેઢીમાં માંગ ઉઠી છે.

સલાયા ગેઈટ પાસે  દયાજનક સ્થિતિ

ખંભાળીયામાં સલાયા ગેઈટ પાસે તેલી નદી તથા સલાયા ગેઈટ નજીકના વિસ્તારોમાં સતત ગંદકી અને ઉકરડાની જેવી સ્થિતિથી મચ્છરો તથા જીવજંતુઓના મોટા ઉપદ્રવને કારણે ઘેરઘેર હાથ પગમાં ફોડકી અને સોજા સાથેના ચામડીના રોગ ફેલાયા છે.

આ વિસ્તારના અગ્રણી થારીયાભાઈ ગઢવીએ જણાવેલ કે, મચ્છર અને ઝીણી મચ્છરીના અત્યંત ઉપદ્રવથી લોકોને ખંજવાળ થવી, ફોડકી થવી, ગૂમડા થવા, તાવ, મેલેરીયા જેવી બીમારી વ્યાપક થવા લાગી હોય, તાકીદે સફાઈ કરીને ગટરો તથા ગંદા સ્થળે કચરો ઉપાડી દવા-છંટકાવ કરવા પણ માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh