Advertisement
Author: નોબત સમાચાર

જુગારિયા સાવધાન...

ઘરેલું મનોરંજન માટે બી પ્રેક્ટિકલ !

                                                                                                                                                                                                      

શ્રાવણ શરૃ થતા પહેલા જ શ્રાવણિયો જુગાર પકડાવો શરૃઃ

શ્રાવણ મહિનો હજુ બેઠો નથી અને જન્માષ્ટમીને પૂરા એક મહિનાની વાર છે, ત્યાં શ્રાવણિયો જુગાર પકડાવાના સમાચારો આવવાના શરૃ થઈ ગયા. જ્યાં જુગાર રમાડવાનો ચાર્જ વસૂલીને મોટા પાયે મોટી રકમનો જુગાર રમાડાતો હોેય કે ધંધાદારી તથા મીઠી નજર હેઠળ મોટી જુગારની ક્લબો ચાલતી હોય, ત્યાં દરોડા પાડીને કાયમી અને અઠંગ જુગારિયાઓને પકડવામાં આવે, તે સમજાય, પરંતુ સૌરાષ્ટ્રની પરંપરા મુજબ શ્રાવણના તહેવારોમાં ગામડાઓમાં ઘર-કુટુંબના સભ્યો પોતાના ઘરની અંદર મનોરંજન ખાતર બાવન પત્તાની નિર્દોષ રમતો કે નાનો જુગાર રમતા હોય, તેવા મહિલાઓ-બાળકોને અપવાદરૃપ ગણીને 'પ્રેક્ટિકલ' થવું જોઈએ, તેવા સૂચનો થતા હોય તો તેને લક્ષ્યમાં લેવા જોઈએ, કારણ કે ઘણાં અઠંગ જુગારિયાઓ કાયમી ધોરણે ધમધમતા હોય, તેને 'અવોઈડ' કરીને શ્રાવણિયા તહેવારોના ઘરેલું મનોરંજન પર ત્રાટકીને હાજરી પૂરાવવા કે કામગીરી દેખાડવાની આપણા રાજ્યમાં પ્રવર્તતી 'શ્રાવણિયા' સિસ્ટમ સામે દરેક શ્રાવણ મહિનામાં સવાલો ઊઠતા જ રહ્યા છે.

શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવજીની આરધનાનો મહિનો, તે ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ, અને વિવિધ તહેવારોનો મહાકુંભ... આ પવિત્ર મહિનામાં ઘેર-ઘેર આનંદોત્સવ હોય, ત્યારે થોડું વ્યવહારૃ  બનવું જોઈએ. ...... જો કે, ભગવાન શ્રીકૃષ્ણે દૂત બનીને કૌરવોને સમજાવવા જવું પડ્યું, તેમાં પણ પાંડવોની જુગારિયા વૃત્તિના કારણે રાજપાટ હારી જવાનું જ કારણ જવાબદાર હતું ને? તેથી કોઈપણ પ્રકારનો જુગાર ઈચ્છનિય તો ન જ ગણાય ને?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh