Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરદાર સરોવર ડેમમાં જળસ૫ાટી વધીઃ ધંધુકા-ધોલેરામાં ધોધમાર વરસાદઃ અમદાવાદ જળબંબાકાર
અમદાવાદ તા. ર૭: રાજયના ૧૦૪ તાલુકામાં આજે સવારથી મેઘવૃષ્ટિ થઈ છે, અને અમદાવાદ જળબંબાકાર થયું છે. રાજ્યના ૧૪ જળાશયો ભરાયા છે અને સરદાર સરોવર ડેમની સપાટી પણ વધી છે. રાજ્યના ૧૯ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
આજે સવારના ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં ૧૦૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં છેલ્લ્ી બે કલાકમાં બનાસકાંઠાના અમીરગઢમાં દોઢ ઈંચ ખાબક્યો છે. અમદાવાદમાં દોઢ ઈંચ સુધીનો વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે ધંધુકા પંથકમાં એક ઈંચ તો ધોલેરા પંથકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. સવારના સ્કૂલે-નોકરીએ જતા લોકો માટે વરસાદ બાધારૂપ બન્યો હતો.
અમદાવાદ શહેરમાં દોઢ ઈુચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. એસ.જી. હાઈવે, થલતેજ, ચાણક્યપુરી, ચાંદલોડિયા અને બોપલ જેવા વિસ્તારોમાં ઘૂંટણસમાથી કમર સુધી પાણી ભરાતા વાહનચાલકો તથા રહીશો ભારે હાલાકીમાં મૂકયા છે, જ્યારે અનેક ટુ-વ્હીલર બંધ પડી ગયા હતાં.
ગુજરાતમાં ૬ દિવસના ભારે વરસાદથી જળસંકટ દૂર થયું છે. રાજ્યના ૧૪ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે અને ર૧ હાઈ એલર્ટ પર છે. દક્ષિણ ગુજરાતના ૮ ડેમ, જેમાં દમણગંગા, ઝૂજ અને કેલિયાનો સમાવેશ થાય છે. તે અવરફ્લો થયા છે. મોરબીનો મચ્છુ-ર અને ભાવનગરનો શેત્રુંજી ડેમ પણ છલકાયા છે. સરદાર સરોવર ડેમની સપાટી ૧ર૮.૧૧ મીટર પર પહોંચી છે.
ગુજરાતમાં છેલ્લા પ દિવસના સાર્વત્રીક વરસાદ (મેઘમહેર) પછી જળ પરિસ્થિતિનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. થોડા દિવસો પહેલા સુધી વરસાદની અછત અને પાણીની ચિંતાનો સામનો કરી રહેલું રાજ્ય હવે અનેક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે. છેલ્લા ૧ર૦ કલાકમાં રાજ્યના જળાશયોમાં ૭પ૦ મિલિયન ક્યુબિક મીટરથી વધુ પાણીની આવક નોંધાઈ છે, જેના કારણે ૧૪ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે અને ર૧ ડેમ હાઈ એલર્ટ પર આવી ગયા છે. આ સાથે રાજ્યનો મોસમી સરેરાશ વરસાદ વધીને પર ટકા સુધી પહોંચી ગયો છે.
રાજ્યની જીવનદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમની મહત્તમ ઊંચાઈ ૧૬૩ મીટર (પ૩પ ફૂટ) અને પૂર્ણ જળસપાટી ૧૩૮.૬૮ મીટર (૪પપ ફૂટ) છે. હાલમાં ડેમની પાણીની સપાટી ૧ર૮.૧૧ મીટરથી વધુ નોંધાઈ છે, જે તેની કુલ જળસંગ્રહ ક્ષમતાના આશરે ૬૯.રપ્ ટકા જેટલી છે. રાજ્યના ર૦૬ જળાશયોમાં હાલમાં કુલ ૭,ર૮૦.૪ર મિલિયન ક્યુબિક મીટર પાણી સંગ્રહિત છે. ગત્ વર્ષે રપ જુલાઈ, ર૦રપ ના આ જ આંકડો ૮,૬પ૦.ર૮ મિલિયન ક્યુબિક મીટર હતો, જે દર્શાવે છે કે હજુ પણ ગત્ વૃષની સરખામણીએ ર,પ૭૦ મિલિયન ક્યુબિક મીટર પાણીની ઘટ છે.
બીજી તરફ ધંધુકા અને ધોેલેરા પંથકમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ શરૂ કરી છે. ધંધુકા અને ધોલેરામાં ભારે વરાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અતિશય વરસાદ અને પાણીની આવકને કારણે ધોલેરા તાલુકાનું વણી તળાવ ગામ ચારેય તરફથી ઘેરાઈને બેટમાં ફેરવાઈ જતા સંપર્ક વિહોણું બન્યું છે. સ્થિતિની ગંભીરતા જોતા તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમને તૈનાત કરવામં આવી છે, જે બોટની મદદથી ગ્રામજનોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું ઓપરેશન ચલાવી રહી છે.
ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ હેઠળના કુલ ર૦૮ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેમાં ૧૩૭ પંચાયતહસ્તકના રસ્તા, ર૩ અન્ય માર્ગો, ૧ર સ્ટેટ હાઈવે અને ર નેશનલ હાઈવેનો સમાવેશ થાય છે. રસ્તા બંધ થવાથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં અમદાવાદ (૪ર રસ્તા), વલસાડ (૪૦ રસ્તા), સુરેન્દ્રનગર (ર૩ રસ્તા) અને નવસારી (૧૮ રસ્તા) છે. આ સિવાય અીએસઆરટીસીની એસ.ટી. બસ સેવાને પણ અસર પહોંચી છે, જેના લીધે ૧૬૪ રૂટ પરની ૬૧૬ ટ્રીપો બંધ રાખવામાં આવી છે.
ખરાબ હવામાનને કારણે આઈએમડી દ્વારા ર૭ જુલાઈના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ચોમાસાની આ સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પ૩,૧૧૭ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામં આવ્યું છે અને ૮,૦૮૦ લોકોને રેસ્ક્યુ કરીન બચાવવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી માટે રાજ્યમાં એનડીઆરએફની ૧૭ ટીમો અન એસડીઆરએફની ૩૩ પ્લાટુન તૈનાત રાખવામાં આવી છે.
૩૦ જુલાઈથી નવી સિસ્ટમ સર્જાશ. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમ બનવાના કારણે ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું. અવે આગામી અઠવાડિયામાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. બંગાળની ખાડીમાં 'વેલમાર્ક્ડ લો પ્રેશર' બનવાની સંભાવના છે, જેની અસર ૩૦ જુલાઈની આસપાસ ગુજરાતમાં જોવા મળશે. આ નવી સિસ્ટમના લીધે ૩૦ જુલાઈના છોટાઉદેપુર, ભરૂચ, તાપી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ૧ ઓગસ્ટના દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નોંધનિય છે કે, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ સામાન્ય કરતા ૧ર ટકા વધુ નોલંધાયો છે, જ્યારે અમદાવાદમાં સામાન્ય કરતા ૪પ ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
અમદાવાદમાં આજે (ર૭ જુલાઈ) વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસ્યો છે. એસટી હાઈવે પરના થલતેજ સર્વિસ રોડ પર પાણી ભરાતા કારના ટાયર ડૂબી ગયા હતાં, જેનાથી વાહનચાલકો અટવાયા હતાં. સવારે ૬ થી ૯ વાગ્યા દરમિયાન થલતેજમાં ૧.૯પ ઈંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિત ૬ જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે.
અમદાવાદમાં આજે (ર૭ જલાઈ) વહેલી સવારથી જ શરૂ થયેલા સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને એસજી હાઈવે પર આવેલા થલતેજ સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતા ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
વરસાદી પાણીના નિકાલના અભાવે થલતેજ સર્વિસ રોડ પર પરિસ્થિતિ વિકટ બની છે. સર્વિસ રોડ પર વરસાદી પાણી એટલી હદે ભરાઈ ગયા છે ત્યાંથી પસાર થતી કારના અડધાથી વધુ ટાયર પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. સવારના સમયે નોકરી અને અન્ય કામકાજ અર્થે નીકળેલા વાહનચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial